માનહાનિ કેસ માટેે સુરત આવેલા રાહુલ ગાંધીએ જાણો ટ્વીટ કરી શું કહ્યું

PC: twitter.com/RahulGandhi

લોકસભા ચૂંટણી દરમિયાન મોદી સરનેમને લઇને આપેલા એક નિવેદન માટે માનહાનિ કેસમાં રાહુલ ગાંધી આજ સુરતની કોર્ટમાં રજૂ થયા હતા. કોર્ટમાં રજૂ થયા બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસથી તેમને ચૂપ કરાવવા માટે રાજકીય પાર્ટીઓ પ્રયાસ કરી રહી છે.

સુરતમાં મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ થયેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સરકાર પર આરોપ લગાવ્યો હતો. રાહુલે ટ્વીટ કરીને સરકાર પર પ્રહાર કરતા લખ્યું હતું કે, મારું મોંઢુ બંધ કરાવવા માટે આતુર, મારા રાજનૈતિક પ્રતિદ્ધંદ્ધિઓ દ્વારા નોંધાવામાં આવેલા માનહાનિના એક કેસમાં રજૂ થવા આજે હું સુરતમાં છું. મારી સાથે એકજુટતા દર્શાવવા માટે અહિંયા જમા થયેલા કોંગ્રેસ કાર્યકર્તાઓના પ્રેમ અને સહયોગ માટે હું તેમનો આભારી છું.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તમામ ચોરોનું ઉપનામ મોદી કેમ હોય છે? આ મામલે તેઓ આજે સુરતની કોર્ટમાં રજૂ થયા હતા, જ્યાં તેમણે પોતાને આજે નિર્દોષ કહ્યા હતા. આગામી સુનાવણી માટે કોર્ટે 10 ડિસેમ્બર તારીખ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp