રેલવે મંત્રીની મોટી જાહેરાત, આગામી 6 મહિનામાં ગુજરાતમાં દોડશે હાઈસ્પીડ ટ્રેન

PC: hindi.news18.com

દેશમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનમાં મુસાફરી કરવી સરળ છે અને લાંબા અંતરની મુસાફરી પણ તેના દ્વારા સરળતાથી કરી શકાય છે. સાથે જ રેલવે દ્વારા લોકોને વિવિધ લાભો પણ આપવામાં આવી રહ્યા છે. આ સાથે દેશમાં રેલવે દ્વારા નવી ટ્રેનો પણ ચલાવવામાં આવી રહી છે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે જણાવ્યું હતું કે, અમદાવાદ અને સાણંદ વચ્ચે હાઈસ્પીડ ટ્રેન આગામી છ મહિનામાં દોડવાનું શરૂ થશે. સેમિકન્ડક્ટર કંપની માઈક્રોનના પ્લાન્ટનો શિલાન્યાસ કરવા માટે અહીં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા વૈષ્ણવે કહ્યું કે, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પણ સાણંદ ખાતે રોકાશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, અમદાવાદ અને સાણંદ વચ્ચે વિશ્વકક્ષાની રેલ સેવા શરૂ થશે. આગામી છ મહિનામાં હાઇ સ્પીડ ટ્રેન ટૂંક સમયમાં શરૂ થઇ જશે.

PM નરેન્દ્ર મોદી 24 સપ્ટેમ્બરે જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. સેમિકન્ડક્ટરની સ્થિતિ અંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આગામી કેટલાક વર્ષોમાં સેમિકન્ડક્ટર્સની માંગ વધીને રૂ. 5 લાખ કરોડ થવા જઈ રહી છે. વૈષ્ણવ કોમ્યુનિકેશન અને IT મંત્રી પણ છે.

તેમણે કહ્યું કે PM નરેન્દ્ર મોદી ભારતમાં ડિઝાઇન કરાયેલા અને બનાવવામાં આવેલા સેમિકન્ડક્ટર સાથે દેશના ભાવિનું નિર્માણ કરવાનું લક્ષ્ય ધરાવે છે. સેમીકન્ડક્ટરની બાબતમાં ગુજરાત દેશમાં અગ્રેસર બન્યું છે. માઈક્રોને જૂનમાં ગુજરાતમાં સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. કુલ 2.75 અબજ ડોલર (લગભગ રૂ. 22,540 કરોડ)નું રોકાણ થશે. કંપનીએ સાણંદમાં નવા એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટના તબક્કાવાર બાંધકામ માટે ટાટા પ્રોજેક્ટ્સ સાથે કરાર કર્યા છે.

ગુજરાતને બીજી એક વંદે ભારત ટ્રેન પણ મળવા જઈ રહી છે. આ ટ્રેન અમદાવાદથી જામનગર સુધી દોડશે. આ ગુજરાતની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ હશે, જે 24 સપ્ટેમ્બરથી શરૂ થશે. વંદે ભારત એક્સપ્રેસ મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે અને જામનગરથી સવારે 5:30 વાગ્યે ઉપડશે અને રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર વિરમગામ થઈને સવારે 10:10 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન દ્વારા ચારથી સાડા ચાર કલાકમાં અમદાવાદ પહોંચી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp