ફરી 3 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં ભારે વરસાદ પડશે

PC: khabarchhe.com

ગુજરાતમાં ફરી 3 દિવસ વરસાદ પડશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. 19, 20 અને 21 ઓક્ટોબર ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામા આવ્યું છે. મતલબ કે ભારે વરસાદ પડશે.

ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે, બંગાળની ખાડીમાં દાના વાવાઝોડું ઉભું થઇ રહ્યું છે જેને કારણે ગુજરાતમાં વરસાદ પડશે.

19 ઓકટોબરે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ,વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ પડશે.20 ઓક્ટોબરે અમદાવાદને બાદ કરતા  આ બધા જિલ્લામાં ભારે વરસાદ પડશે.

21 ઓક્ટોબરે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવગનર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp