ગુજરાતમાં અનેક જગ્યાએ કરા સાથે વરસાદ, 16 તારીખ સુધી આ વિસ્તારમાં આગાહી

PC: Khabarchhe.com

મુંબઈમાં હવામાનનો મિજાજ અચાનક બદલાઈ ગયો છે અને આકાશમાં ગાઢ વાદળો છવાઈ ગયા પછી ધૂળની ડમરીઓ અને વરસાદ શરૂ થયો છે. મુંબઈમાં દિવસ દરમિયાન અંધારપટ છવાઈ ગયો હતો અને ભારે પવન સાથે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આજે મુંબઈમાં તોફાન અને વરસાદની ચેતવણી બહાર પાડવામાં આવી હતી.

મુંબઈના પશ્ચિમી ઉપનગરો બોરીવલી, કાંદિવલી, મલાડ અને ગોરેગાંવ વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવી મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાવર કટની ફરિયાદો પણ નોંધાઈ છે.

હવામાનમાં આવેલા આ અચાનક બદલાવથી મુંબઈના લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી છે, કારણ કે વાદળછાયું આકાશ અને ભારે પવનને કારણે દિવસના તાપમાનમાં ઘટાડો થયો છે. IMD અનુસાર, આગામી 3 થી 4 કલાક સુધી 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને રાજ્યના 6 જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. ભારે પવનના કારણે ગુજરાતના બોટાદમાં જિલ્લા કોર્ટનો પાર્કિંગ શેડ ઉડી ગયો હતો, જેનો વિડીયો પણ કેમેરામાં કેદ થયો હતો. ગુજરાતના અમરેલી, ભાવનગર, બોટાદ, બનાસકાંઠા, વલસાડ અને ડાંગમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના કેટલાક રાજ્યોમાં 13 થી 16 મે દરમિયાન કમોસમી વરસાદ ચાલુ રહેશે.

હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આગામી 4 દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે. આજે અરાવલી, મહિસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે. 14મી મેના રોજ અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરતમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે.

IMD અનુસાર, 15 મેના રોજ બનાસકાંઠા અને ગીર સોમનાથમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. બનાસકાંઠામાં 16મીએ વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. હવામાન વિભાગનું કહેવું છે કે, ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સક્રિય સાયક્લોનિક સરક્યુલેશન હોવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. બે દિવસ પછી ફરીથી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. આ ઉપરાંત 14મી મેના રોજ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp