ઉત્તર ગુજરાતમાં 200 ગ્રામ વજનના કરા પડ્યા, દર વર્ષે એપ્રિલમાં બરફ વર્ષા થવા લાગી

PC: khabarchhe.com

એક બાજુ દુષ્કાળ અને બીજી બાજુ કમોસમનો વરસાદ પડતા ખેડૂતો પર ફરી આફત આવી છે. તેમાં ઉત્તર ગુજરાતના ડિસા અને આસપાસના વિસ્તારમાં 200 ગ્રમના વજનના કરા પડતા મોટરકારના કાચ અને અનેક માણસોના માથા પર ઈજા કરી હતી. કરા સાથે વરસાદ પડતા તલ, બાજરી, જીરુ, કેરી સહિતના પાકોને અસર થઈ હતી. કચ્છમાં પણ કરા પડ્યા હતા. ગુજરાતમાં દર વર્ષે એપ્રિલમાં હવે બરફ પડવા લાગ્યો છે. 2016, 2017, 2018 અને 2019માં એપ્રિલના બીજા સપ્તાહમાં આ રીતે બરફનો વરસાદ પડ્યો છે. તે ગુજરાતનું બદલાઈ રહેલું હવામાન બતાવે છે.

કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદમાં કમોસમી વરસાદ થયો હતો. જેની સાથે બરફના કરા પડ્યા હતા. ગાજવીજ, હવામાં ધૂળની ડમરી, પવન સાથે સરસાદ અને કરા પડ્યા હતા. દરિયો તોફાની બન્યો છે. ફેરી સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. ગુજરાતની 550 જેટલી બોટ દરિયામાં માછીમારી માટે રોકાયેલી છે.

2018માં એપ્રિલમાં આવું થયું હતું

કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં વાતાવરણ બદલાયું હતું અને બરફ પડ્યો હતો. કરાનો વરસાદ થયો હતો. હિમાલય પર્વતમાળામાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટબન્સને અપર એર સાયલોનિક અસર સર્જાતા વાતાવરણમાં ફેરફાર નોંધાયો હતો. તલ, બાજરી, જીરુ, કેરી સહિતના પાકોને અસર થઈ હતી. કચ્છમાં પણ કરા પડ્યા હતા.઼

2017માં આવું થયું હતું

26 ફેબ્રુઆરી 2017માં રાજસ્થાનમાં અપર એર સાઈકલોનીક સર્ક્યુલેશન સીસ્ટમ ઊભી થતા ગુજરાતમાં વરસાદ પડ્યો હતો. કરા પણ પડ્યા હતા. કચ્છ સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટરમાં તેની અસર હતી.

2016માં કરા પડ્યા હતા

એપ્રિલ 2016ના અંતમાં ગુજરાતમાં અમરેલી, રાજકોટ, જુનાગઢ, માં કરા સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર અને કચ્છમાં વરસાદ થયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે આ વરસાદ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp