વરસાદ દક્ષિણ ગુજરાતમાં અટકી ગયો, ખેડુતોએ ચિંતા કરવાની જરૂર નથી
છેલ્લાં 8 દિવસથી ચોમાસું દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે અટકી ગયું છે, જેને કારણે રાજ્યમાં 71 ટકા જેટલી વરસાદની ઘટ રહી છે. બીજી તરફ ખેડુતો પણ ચિંતામાં મુકાઇ ગયા છે કે, 18 જૂને ભીમ અગિયારસના દિવસે વાવણી તો કરી નાંખી, પરંતુ વરસાદ નહીં આવશે તો શું થશે?
ગુજરાતના હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે, ખેડુતોએ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. ચોમાસું ફરી 20 જૂનથી સક્રીય થશે અને જૂનના અંત સુધીમાં વાવણી લાયક વરસાદ થઇ જશે. જુલાઇના પહેલાં સપ્તાહમાં પણ ઘણો સારો વરસાદ પડશે.
જુનાગઢની કૃષિ યુનિવર્સિટીના હવામાનના જાણકાર ડી. આર. વઘાસિયાએ કહ્યું કે, 27 જૂન સુધીમાં ચોમાસું સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પહોંચી જશે, ખેડુતોએ ચિંતા કરવાની જરૂર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp