વાવાઝોડાનું સંકટ તો ટળ્યું, પરંતુ તળાજા-વેરાવળ હાઈ-વે પર વરસાદી પાણીએ આફત નોતરી

PC: youtube.com

વાવાઝોડાના સંકટ પછી હવે કેટલીક જગ્યા પર વરસાદની શરૂઆત થઇ ગઈ છે, જેના કારણે નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે. વરસાદને કારણે ગીરની હિરણ નદીમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. નદીમાં પાણી વધી જવાના કારણે આસપાસના ગામોની દુકાનો અને ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. અત્યાર સુધી વાવાઝોડાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઇ હતી. જેથી નદીઓમાં પાણી આવવાથી પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. બીજી બાજુ વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદ થવાના કારણે કેટલાક ખેડૂતોએ વાવણીની પણ શરૂઆત કરી દીધી છે.

એક રીપોર્ટ અનુસાર, વરસાદના કારણે વેરાવળ અને તળાજા હાઈ-વે પર પાણી ફરી વળ્યા હતા. રસ્તા પરથી પાણીની નદીઓ વહેવા લાગી હતી. જેના કારણે રસ્તા પરથી પસાર થવામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસમાં જો સતત આમ જ વરસાદ પડતો રહેશે તો તંત્ર દ્વારા વેરાવળ તળાજા હાઈ-વેને બંધ કરવાનો વારો પણ આવી શકે છે. રસ્તા પર પાણી ભરવાના કારણે સ્થાનિક તંત્ર કામે લાગ્યું છે અને કેવી રીતે રસ્તા પરથી પાણીને દૂર કરી શકાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે. પાણીના નિકાલ માટે JCB જેવા સાધનોની પણ મદદ લેવામાં આવી રહી છે. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહન-વ્યહાર ખોરવાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, વરસાદ આવવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. પણ વેરાવળ તળાજા હાઈ-વે પર પાણી ભરાવાના કારણે ખેતીને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હાઈ-વે પર વધારે પાણી ભરાવાના કારણે ખાનગી માલિકોની જમીનમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. પાણીનું ડાયવર્ઝન ખેતરમાં આપવાના કારણે જમીન માલિકોમાં રોષની લાગણી જોવા મળી હતી. ત્યારબાદ લોકોની સમજાવટ બાદ જમીન માલિકો માન્યા હતા અને પાણીનો નિકાલ તેમની જમીનમાં કરવામાં આવ્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp