માર્ચની શરૂઆતમાં જ કમોસમી વરસાદની આગાહી, શિયાળુ પાકને લઇને ખેડૂતો ચિંતાતુર

PC: hindustantimes.com

હવામાન વિભાગે 1-3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે. તેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછવાયા વાદળ સાથે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં તાપમાનમાં વધારો થતા શિયાળાએ વિદાય લીધી હોય તેમ લાગી રહ્યું છે, તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદ દસ્તક દેશે તેવી આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ઊંચા ઊંચા મોજા ઊછળશે. આ કમૌસમી વરસાદની આગાહીને લઈ જીરા સહિતના પાકો હજુ તૈયાર થયા ન હોવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુંકે, આગામી 1-3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી છે. એ સિવાય અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે વાદળછવાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 1 માર્ચે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, પાટણ સહિત સૌરાષ્ટ્રના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.

કાલે હવામાન વિભાગની આગાહીમાં કચ્છ અને દેવભૂમિ દ્વારકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. જ્યારે આજે હવામાન વિભાગે પોતાની આગાહીમાં સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો માટે પણ હળવા વરસાદની આગાહી કરી છે. હજુ પણ આગામી 24 કલાક બાદ અન્ય કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તે બાબતે હવામાન વિભાગ દ્વારા ચોક્કસ માહિતી આપવામાં આવશે. અગાઉ 2 માર્ચના રોજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી હતી, પરંતુ આજે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કોઈ પણ જિલ્લાને લઇને વરસાદની આગાહી કરી નથી, પરંતુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.

આગામી 48 કલાક રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. ઠંડીની અસર પણ ઓછી થઈ હોય તેવો માહોલ સર્જાયો છે. કારણ કે, છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીએ પહોચ્યું હતું. આગામી 24 કલાક દરમિયાન પણ અમદાવાદ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 21 ડિગ્રીએ પહોંચે તેવી સંભાવના છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યભરમાં સૌથી લઘુતમ તાપમાન 16 ડિગ્રી કેશોદમાં નોંધાયું હતું. આગામી 24 કલાક રાજ્યના મોટાભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાનમાં વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.

આજે પણ અરબી સમુદ્રમાં તોફાની મોજા ઊછળવાની સંભાવનાઓને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી. હાલમાં દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ ઉત્તરપૂર્વ દિશા તરફથી છે. જ્યારે પવનની ઝડપ 25-35 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. એ સિવાય રાજ્યના બાકીના વિસ્તારોમાં પણ પવનની દિશા ઉત્તર-પૂર્વીય રહેશે અને પવનની ગતિ 5-10 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp