કોંગ્રેસના જ નેતાએ કહ્યું- રઘુ શર્માએ ગુજરાતમાં કોંગ્રેસનો સોદો કર્યો હવે...

PC: twitter.com

ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનો ગરમાવો જોવા મળ્યો છે. કોંગ્રેસના બાયડથી ધારાસભ્ય રહેલા જસુભાઈપટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રભારી રહેલા ડૉ. રઘુ શર્મા પર મોટો આરોપ લગાવ્યો છે. જસુભાઈ પટેલે કહ્યું કે, રાજસ્થાનના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માએ તત્કાલીન પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકરે સાથે મળીને ગુજરાત કોંગ્રેસની ડીલ કરી છે. હવે જ્યારે તેઓ ચૂંટણી મેદાનમાં છે તો ગુજરાતથી કાયકર્તા અને નેતા તેમની વિરુદ્ધ પ્રચાર માટે જશે.

જસુભાઈ પટેલે આ મોટો આરોપ એવા સમયે લગાવ્યો છે, જ્યારે અશોક ગેહલોતના નજીકના કહેવાતા ડૉ. રઘુ શર્મા પોતાનું નામાંકન કરવા જઈ રહ્યા છે. જસુભાઈ પટેલ બાયડથી પેટાચૂંટણીમાં જીત્યા હતા. તેમણે કહ્યું કે, એવા વ્યક્તિને ટિકિટ આપી દેવામાં આવી, જે ત્રીજા નંબર પર રહ્યા. અરવલ્લી જિલ્લામાં જ્યાં એક પણ સીટ ભાજપ પાસે નહોતી, ત્યાં બધી સીટો ભાજપ પાસે જતી રહી. કોંગ્રેસની ડીલ કરનારાઓ વિરુદ્ધ કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકર્તાઓમાં ગુસ્સો છે. તેઓ રાજસ્થાનમાં પ્રચાર માટે જશે.

ગયા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસે રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. રઘુ શર્માને કમાન સોંપી હતી. તેમને પ્રભારી બનાવ્યા હતા, પરંતુ પાર્ટી તેમની આગેવાનીમાં માત્ર 17 સીટો પર જ સમેટાઇ ગઈ. રાજ્યમાં પહેલી વખત કોંગ્રેસની આ દશા થઈ હતી. કોંગ્રેસને ચૂંટણી બાદ વિપક્ષના નેતાનું પદ પણ મળ્યું નહોતું. રાજસ્થાનના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી ડૉ. રઘુ શર્મા અજમેર વિધાનસભામાં આવનારી કેકડી વિધાનસભાથી ચૂંટણી મેદાનમાં છે.

રઘુ શર્મા વાર 2008માં અહીથી જીત્યા હતા, પરંતુ વર્ષ 2013માં તેઓ પોતાની સીટ બચાવી શક્યા નહોતા અને તેમને શત્રુધન ગૌતમના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2018ની ચૂંટણીમાં રઘુ શર્માએ વાપસી કરી હતી અને પછી કેકડી પર કબજો કર્યો હતો. હવે તેઓ ફરી એક વખત ચૂંટણી મેદાનમાં છે. રાજસ્થાનમાં 23 નવેમ્બરે વોટ નાખવામાં આવશે. બાયડથી કોંગ્રેસના ધારાસભ્ય જસુભાઈ પટેલના આરોપો બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે.

જસુભાઈ પટેલ સાથે પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર પર રાજ્યમાં કોંગ્રેસની ડીલ કરવાનો મોટો આરોપ લગાવ્યો છે. ઠાકોરને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવ્યા બાદ CWCમાં જગ્યા આપવામાં આવી હતી. જસુભાઈ પટેલની સીટથી અપક્ષ ઉમેદવાર ધવલ સિંહ ઝાલા જીત્યા હતા. ત્યારબાદ ભાજપને સમર્થન આપી દીધું હતું. પાર્ટીએ અહી પેટાચૂંટણીમાં જીત જસુભાઈ પટેલની જગ્યાએ વર્ષ 2022માં પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાના દીકરા મહેન્દ્ર સિંહ વાઘેલાને આપી દીધી હતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp