રાજભા ગઢવીએ કહ્યું- ડાંગમાં આદિવાસીઓ લૂંટી લે છે, કપડા પણ છોડતા નથી, પછી...

PC: instagram.com/rajbhagadhvigirofficial

ગુજરાતના લોક કલાકાર અને લોક સાહિત્યકાર રાજભા ગઢવીના એક નિવેદનને કારણે આદિવાસી સમાજ ગુસ્સે ભરાયો છે.સૌરાષ્ટ્રના એક ડાયરામાં ગઢવીએ કહ્યું કે, હતું કે, ગુજરાતના આહવા ડાંગના જંગલોમાં તમને લૂંટી લે અને કપડા પણ ન રહેવા દે, પણ ગીરમા તમે ભુલો પડો તો લોકો તમને જમાડે.

ગઢવીના નિવેદનથી ગુસ્સે ભરાયેલા ભાજપના આદિવાસી મંત્રી કુંવરજી હળપતિએ કહ્યું કે, આવનારા દિવસોમાં તમારા ડાયરા અને મંડપો તોડી નાંખતા લોકો અચકાશે નહીં. વલસાડના ભાજપના સાંસદ ધવલ પટેલે પણ કહ્યુ કે, રાજભા ગઢવી આદિવાસી સમાજની માફી માંગે.

વાત વણસી જતી રાજભાએ એક વીડિયો વાયરલ કરીને આદિવાસી સમાજની માંફી માંગતા કહ્યું કે, હું પણ ગીરનો વનબંધું છું, એક વનબંધુ બીજા વનબંધુ વિશે ખરાબ કેવી રીતે બોલી શકે. છતા જો આદિવાસી સમાજની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp