રસ્તા પર સન્નાટો, ન ખૂલી દુકાનો, ગેમ ઝોન અકસ્માત પર કોંગ્રેસનું રાજકોટ બંધ

PC: x.com/LangaMahesh

ગયા મહિને થયેલા ગેમ ઝોન અગ્નિકાંડ પર આજે રાજકોટ બંધ હતું. કોંગ્રેસની અપીલ પર બંધ રાજકોટની વ્યાપક અસર જોવા મળી. કોંગ્રેસે અગ્નિકાંડની પહેલી માસિક વરસી પર આ બંધ રાખ્યું હતું. ગયા મહિને 25 મેની સાંજે TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી ગઈ હતી. તેમાં 27 લોકોના મોત થઈ ગયા હતા. સવારથી બપોર સુધીના બંધમાં વેપારીઓએ સ્વેચ્છિક દુકાનો બંધ રાખી. જો કે, કેટલીક જગ્યાઓ પર કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું.

રાજકોટમાં કાલાવાડ રોડ પર કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસે કસ્ટડીમાં લીધા. કોંગ્રેસના કાર્યકર્તા બંધ વચ્ચે રોડ પર ચક્કા-જામ કરવા પહોંચ્યા હતા. 11:30 વાગ્યાની આસપાસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિ સિંહ ગોહિલ પણ રાજકોટના રસ્તાઓ પર નીકળ્યા અને બંધ રાખવા માટે લોકોનો આભાર માન્યો. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિ સિંહ ગોહિલે કહ્યું કે, અગ્નિકાંડની પહેલી માસિક વરસી બાદ પણ પીડિતો સાથે કોઈ વાતચીત કરવામાં આવી નથી.

ગોહિલે આરોપ લગાવ્યો કે, SIT તપાસમાં લીપાપોતી થઈ રહી છે. તેમણે કહ્યું કે, ગેમ ઝોનમાં મોટા મોટા અધિકારી અને નેતા જતા હતા. તેમની તસવીરો સામે આવી છે, પરંતુ સરકાર માત્ર નાના લોકો પર કાર્યવાહી કરીને આ કેસને બંધ કરવા માગે છે. જે પરિવારોએ પોતાના લોકો ગુમાવ્યા છે. તેમને ઉચિત વળતર મળવું જોઈએ. ગેમ ઝોને 1100 રૂપિયાની ટિકિટ ઘટાડીને 99 રૂપિયાની રાખી હતી. એવામાં પોતાના બાળકોને લઈને મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પહોંચતા હતા. એવામાં એ પરિવારોની ચિંતા કરવી જોઈએ.

લોકોનો આભાર માનતા શક્તિ સિંહ ગોહિલે કહ્યું કે, સરકાર અહંકારમાં છે. તે સાંભળવા માગતી નથી. એટલે કોંગ્રેસે રચનાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવતા બંધ રાખ્યું હતું. તેને લોકોએ કોઈ પણ દબાવ વિના સ્વીકાર્યું છે. આ મેસેજ આખા ગુજરાતને જશે. કોંગ્રેસ સામાન્ય લોકોનો અવાજ ઉઠાવતી રહેશે અને તેમના હકની લડાઈ લડતી રહેશે. ગેમ ઝોન અકસ્માતની તપાસ માટે સરકારે SITની રચના કરી હતી હતી.

SITએ 100 પાનાંનો રિપોર્ટ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોંપ્યો હતો. સરકારે આ અકસ્માત બાદ રાજકોટ મહાનગરપાલિકા અને ત્યાં તૈનાત 6 નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. તેની સાથે સરકારે 3 IPS અધિકારીઓની બદલી કરતા મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલની બદલી ગાંધીનગર સામાન્ય પ્રશાસનમાં કરી દીધી હતી. ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકો સળગી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp