રાજકોટ આગ: મનસુખ સાગઠીયા 22 કિલો સોનું ક્યાંથી લાવ્યો હશે
રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલીન TPO અને TRP ગેમ ઝોન આગની ઘટનાના આરોપી મનસુખ સાગઠીયાની સીલ કરેલી ઓફિસ મંગળવારે ખોલવામાં આવી તો એમાંથી જે મળ્યું તે જોઇને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
રાજકોટમાં ટ્વીન સ્ટાર ટાવરના નોર્થ બ્લોકમાં 901 નંબરની ઓફિસ મનસુખ સાગઠીયાની છે. જો કે આ ઓફિસ તેના ભાઇના નામ પર છે. ક્રાઇમ બ્રાન્ચે અન્ય અધિકારીઓ અને પંચની હાજરીમાં આ ઓફિસ ખોલી તો તેમાંથી 22 કિલો સોનું જેની કિંમત 15 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 2 કિલો ચાંદી, 3 કરોડ રૂપિયા રોકડા અને મોંઘી દાટ ઘડીયાળો મળી આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે લગભગ 18 કરોડ કરતા વધારેનો મુદ્દામાલ જપ્ત કરી દીધો છે. સાગઠીયાની સામે અપ્રમાણસર મિલ્કતનો પણ કેસ ચાલે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp