રાજકોટ ગેમઝોન: યુવરાજ સિંહ 1 લાખ પગાર લેતો અને 15 ટકાની ભાગીદારી હતી

PC: truescoopnews.com

રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં 32 લોકોના મોત થયા. ખુલ્લા પ્લોટ પર ટેમ્પરરી બાંધકામનો ખેલ કરવાને કારણે નિદોર્ષ લોકોએ જાન ગુમાવવા પડ્યા. આ ગેમ ઝોનમાં 3 ભાગીદાર છે.

યુવરાજ સિંહ સોલંકી, પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડ ગેમ ઝોન ચલાવી રહ્યા હતા. યુવરાજ સિંહનો મહિને 1 લાખ રૂપિયા પગાર છે અને તે 15 ટકાનો ભાગીદાર છે. યુવરાજ સિંહની પાછળ મોટા માથાઓનો હાથ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે યુવરાજ સિંહની ધરપકડ કરી લીધી છે. જ્યારે પ્રકાશ જૈન જે મૂળ રાજસ્થાનનો છે અને રાહુલ રાઠોડ જે મૂળ ગોંડલનો છે તે બંને ફરાર થઇ ગયા છે.પોલીસે તેમને શોધી રહી છે.ટેમ્પરરી બાંધકામ કરવાને કારણે મંજૂરી મેળવવામાં ઘણી બધી છૂટ મળતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp