બીજાને દંડવા નીકળેલી રાજકોટ મહાનગર પાલિકામાં જ ફાયર સેફ્ટીના સાધનો નથી

PC: Khabarchhe.com

રાજકોટ ગેમિંગ ઝોનમાં શનિવારે બનેલી ભીષણ આગની દુર્ઘટના પછી બધા રાજ્યોની મહાનગર પાલિકા સફાળી જાગી છે અને ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જે રાજકોટ મહાનગર પાલિકા લોકો સામે ફાયર સેફ્ટી માટે કડક પાલનની વાત કરી રહી છે ત્યાં જ ફાયર સેફ્ટીના પુરતા સાધનો નથી.

દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ મહાનગર પાલિકાની મુખ્ય કચેરીમાં જ ફાયર સેફ્ટીના પુરતા સાધનો નથી. આ કચેરીમાં 500થી વધારે કર્મચારીઓએ કામ કરે છે અને દરરોજ 5,000 લોકોની અવરજવર રહેતી હોય છે. જે મહાનગર પાલિકા પોતે જ ફાયર સેફ્ટીના સાધનો નથી રાખતી તે બીજા પાસે કેવી રીતે કડક હાથે પગલાં લેશે?

ત્રણ માળની રાજકોટ મહાનગર પાલિકાની મુખ્ય કચેરીમાં દરરોજ હજારો માણસોની અવર જવર હોવા છતા ત્રણેય માળ પર માત્ર 2-2 ફાયર Extinguishers લગાડવામાં આવેલા છે હવે સવાલ એ છે જ્યાં સંખ્યાબંધ ઓફિસો આવેલી છે એવી જગ્યાએ આવા 2-2 ફાયર Extinguishers શું કામ કરી શકશે? ટ ન કરે નારાયણને કોઇ મોટી ઘટના થાય તો રાજકોટ મહાનગર પાલિકા શું કરશે?

રાજકોટ મહાનગર પાલિકાના ચીફ ઓફિસર આઇ.વી. ખેરે પાંગળો બચાવ કરતા કહ્યું હતું કે, કોઇ પણ બિલ્ડીંગ જ્યારે બન્યું હોય ત્યારે તે સમયના GDRC મુજબ ફાયર સેફ્ટીના નિયમો લાગૂ પડતા હોય છે. રાજકોટ મહાનગર પાલિકાની કચેરી વર્ષ 2007-2008માં બની હતી એટલે તે સમયના નિયમો પ્રમાણે ફાયર સેફ્ટી લાઇન નાંખવામાં આવી નથી. ફાયર સેફ્ટીના કડક નિયમો 2018થી અમલમાં આવ્યા છે. તેનો અમલ નવી ઇમારતો માટે ફરજિયાત છે. અમે 6 ફાયર Extinguishers રાખ્યા છે. કચેરીમાં 2 દાદર અને 2 લિફ્ટની વ્યવસ્થા રાખેલી છે, તેથી દુર્ઘટના સમયે લોકોને વિકલ્પ મળી રહે.

રાજકોટની ઘટના પછી ગુજરાત સરકારે મંગળવારે તમામ કલેકટરને આદેશ કર્યો છે કે મોલ, ગેમિંગ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, મંદિરો, મસ્જિદો સહિતની એવી દરેક જગ્યા જયા લોકોની અવર જવર રહેતી હોય તેવી બિલ્ડીંગોમાં તપાસ કરવામાં આવે અને ફાયર સેફ્ટી NOC ન હોય તેમની સામે ગુનો નોંધવા કહેવામાં આવ્યું છે. પોલીસ અને નાયબ મામલતદાર સ્થળ પર તપાસ કરવા માટે જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp