રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં દર્દી ઘરેથી પંખા-કુલર લાવવા મજબૂર અને અધિક્ષકની ઓફિસ..

PC: news18.com

ગુજરાત સહિત દેશભરમાં કાળઝળની ગરમી પડી રહી છે. આ ગરમીમાં લોકોની હાલત ખરાબ થઈ રહી છે. ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે. લોકો આવી શેકી નાખતી ગરમીમાં બપોરે નીકળતા બચે છે તો આ દરમિયાન લોકો ઠંડા જ્યૂસનું પણ સેવન કરે છે. આવી ગરમીમાં લોકોની મુશ્કેલીઓ વધી રહી છે અને લૂ તેમજ ગરમીની અસરને કારણે હૉસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કાળઝાળ ગરમીમાં દર્દીઓને ઘરેથી કુલર અને પંખા લઈ આવવ મજબૂર થવું પડી રહ્યું છે.  તો બીજી તરફ, સિવિલ અધિક્ષકની ઓફિસમાં 3 ACની વ્યવસ્થા છે. રાજકોટ સિવિલમાં સિવિલ અધિક્ષકની ઓફિસમાં વર્ષ 2019 થી ત્રણ AC છે. દર વર્ષે 1 AC માટે 1,027 યુનિટનો વપરાશ થઇ રહ્યો છે. 2 AC માટે દર વર્ષે 3 હજાર 81 યુનિટનો વપરાશ થઇ રહ્યો છે. હાલમાં એક યુનિટની કિંમત 7.25 રુપિયા છે, એ હિસાબે સિવિલ અધિક્ષકની ઓફિસ માટે 22 હજાર 337 રૂપિયાનો ખર્ચ થાય છે.

રાજકોટમાં લૂ લાગવાથી 2 લોકોના મોત થવાના સમાચાર છે. શાંતિલાલ આંબલિયા (ઉંમર 63 વર્ષ)નું મોત થયું છે અને રામવન નજીકથી અજાણ્યા વ્યક્તિનું શબ મળ્યું છે. તેનું મોત લૂ લાગવાથી થયું હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. હાલમાં જ રાજકોટની જનાના હૉસ્પિટલની બેદરકારીના કારણે એક 3 મહિનાના બાળકનું મોત થયું હોવાનો માતા-પિતાએ આરોપ લગાવ્યો હતો. બાળક બીમાર થતા  સારવાર માટે જનાના હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકની માતાએ જણાવ્યું કે, બાળકને માત્ર તાવ જ હતો, પરંતુ ડૉક્ટરે ખેંચ કહીને કોઈ સારવાર માટે મશીનમાં રાખેલું, એ મશીન ગરમ થવાથી બાળકનો પગ દાઝી ગયો હતો. પગ દાઝ્યાના 2 જ કલાકમાં બાળકનું મોત થઇ ગયું હતું.

અમદાવાદમાં લૂના કેસ માટે નવો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અસારવા સિવિલ હૉસ્પિટલમાં વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. ગરમી વધતા કાલે દર્દીઓનો ધસારો વધ્યો હતો. સ્થિતિને જોતા તાત્કાલિક બીજી વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે. સતત 2 દિવસથી લૂના કેસો વધી રહ્યા છે. લોકોમાં લૂ લાગવા, માથાના દુ:ખાવા, બેભાન થવાના લક્ષણો જોવા મળી રહ્યા છે. ગરમીના કારણે સાંજના સમયે લૂના કેસ વધારે આવે છે. અમદાવાદમાં લૂના કારણે દાખલ 2 લોકોના મોત થયા છે. લૂના કારણે એક દિવસમાં 2 દર્દીઓનાં મોત થયા છે અને 10ની હાલત ગંભીર છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp