નીતિન પટેલ પર ચંપલ ફેંકનારની પત્નીએ કહ્યું, અમે ભાજપ સાથે જ છીએ

PC: news18.com

ગુજરાતમાં 8 બેઠકોની પેટાચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઇ ગયો છે. બંને પક્ષો પોતાના ઉમેદવારની જીત માટે મતદારોને રીઝવવા અલગ-અલગ જગ્યા પર સભાને સંબોધી રહ્યા છે. ત્યારે વડોદરાના કરજણમાં અક્ષય પટેલના પ્રચાર અર્થે ગયેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સભાને સંબોધન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી અને સમયે તેમના પર ચંપલ ફેંકવામાં આવ્યુ હતું અને ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો.

તે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપી રશ્મિન પટેલની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ભાજપનો પૂર્વ કાર્યકર્તા હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ હવે રશ્મિન પટેલની પત્નીએ પણ તે અને તેનો પતિ ભાજપના કાર્યકર્તા હોવાનું જણાવ્યું છે અને મીડિયા સામે જ રશ્મિન પટેલની પત્નીએ આ નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

મહત્ત્વની વાત કહી શકાય કે, પોલીસ દ્વારા જ્યારે રશ્મિન પટેલની ધરપકડ કરવામાં આવી ત્યારે તેને કોંગ્રેસના કાર્યકર્તા કહેવામાં આવ્યો હતો પરંતુ કોંગ્રેસે સ્પષ્ટ પણે રશ્મિન પટેલ કોંગ્રેસનો કાર્યકર્તા નહીં હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ ભાજપના પૂર્વ ધારાસભ્યએ પણ રશ્મિન પટેલ ભાજપનો અગાઉનો કાર્યકર્તા હોવાનું કહ્યું હતું.

ભાજપ દ્વારા રશ્મિન પટેલને કોંગ્રેસનો કાર્યકર્તા કહેવામાં આવતા કોંગ્રેસ દ્વારા પુરાવાઓ સાથે રશ્મિન પટેલ કોંગ્રેસના કાર્યકર્તા નહીં હોવાનું દર્શાવવામાં આવ્યુ હતું પરંતુ પોલીસ દ્વારા નીતિન પટેલ પર ચંપલ ફેંકનારા રશ્મિન પટેલ કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનું કહેવામાં આવ્યુ હતું પરંતુ કોઈ પુરાવા દર્શાવવામાં આવ્યા ન હતા. ત્યારે હવે રશ્મિન પટેલની પત્ની રશ્મી પટેલ દ્વારા આપવામાં આવેલા નિવેદનના પગલે ખળભળાટ મચી ગયો છે.

રશ્મી પટેલ એવું પણ નિવેદન આપ્યું હતું કે, તેનો પતિ તાલુકા પંચાયતનો પ્રમુખ રહી ચુક્યો છે અને પોતે સરપંચ પણ રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ ભાજપની સાથે છે અને ભાજપની સાથે રહેવાના છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચંપલ ફેકનાર રશ્મિન પટેલની પત્નીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે ભાજપ સાથે જ છીએ અને ભાજપ સાથે રહેવાના છીએ. રશ્મિન પટેલ 2005થી 2010 સુધી તાલુકા પંચાયતના ચેરમેન હતા અને હું 2011માં ભાજપમાં સરપંચ હતી. અત્યારે પણ હું ભાજપમાં સક્રિય છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp