ઓલા, ઉબર અને રેપિડોના રીક્ષા ચાલકો બે દિવસ હડતાળ પાડશે

PC: twitter.com

જો તમે 24 અને 25 જૂન અમદાવાદ જવાનું વિચારતા હો તો આ સમાચાર તમારે જાણવા જરૂરી છે. ઓલા, ઉબેર અને રેપીડોના રીક્ષાચાલકોએ 24 જૂન અને 25 જૂન એમ બે દિવસ હડતાળની જાહેરાત કરી છે. મતલબ કે સોમવાર અને મંગળવાર આ 3 કંપનીઓ સાથે કામ કરતા રીક્ષા ચાલકોના પૈંડા થંભી જશે. રીક્ષાચાલકોએ અમદવાદમાં જુદા જુદા વિસ્તારોમાં પોસ્ટરો લગાવીને તેમનો વિરોધ પણ વ્યક્ત કર્યો છે.

આમ તો દરેક શહેરમાં રીક્ષા એવું સાધન છે કે જે દરેકને તેમના ડેસ્ટીનેશન સુધી પહોંચાડે છે, પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી ઓલા, ઉબેર, રેપીડો જેવી કંપનીએ એવી ઓનલાઇન સુવિધા ઉભી કરી કે લોકો પોતાના મોબાઇલ પરથી રીક્ષા બુક કરી શકે છે અને રેગ્યુલર રીક્ષાચાલકો કરતા ભાડું પણ સસ્તું હોય છે.

હવે તમને સવાલ થશે કે આ રીક્ષા ચાલકો હડતાળ કેમ પાડવાના છે? તો રીક્ષા ડ્રાઇવરોનું કહેવું છે કે તેમની કિ.મી મુજબનું પુરતું ભાડું મળતું નથી અને બીજી તરફ કંપનીઓ વધારે કમિશન લઇ લે છે. આ બાબતે અમે કંપનીઓને અનેક વખત રજૂઆત કરી, પરંતુ અમારી વાત સાંભળવામાં જ નથી આવતી એટલે આખરે હારી થાકીને અમે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. અમદાવાદમાં ઓલા, ઉબેર કે રેપીડોના રિક્ષાચાલકો 24 અને 25 જૂન બે દિવસ હડતાળ પાડશે.

તમે કોઇ પણ બાબત જુઓ હડતાળ કે બીજી કોઇ પણ બાબત હોય આખરે સહન કરવાનું તો ગ્રાહકોને જ આવે છે. બધા ગ્રાહકોને જ બાનમાં લે છે. સરકાર પણ બિચારી બાપડી પ્રજા પર જ બધા નિયમો નાંખ્યા કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp