રોટરી એજ્યુકેશન અને કેરીયર એકસ્પો-2024 યોજાયો
આજના આધુનિક સમયમાં શિક્ષણના માધ્યમથી વ્યક્તિ પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે છે અને સ્પર્ધાત્મક વાતાવરણમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. શિક્ષણ એ હવે અભિન્ન અંગ બની ગયું છે ત્યારે રોટરી ઇન્ટરનેશનલના મિશન લીટરસી અંતર્ગત લોકોમાં શિક્ષણ અંગેનો વ્યાપ વધે અને શિક્ષણ ક્ષેત્રના તમામ પ્રશ્નોનું નિરાકરણ વિદ્યાર્થી તેમજ વાલીને એક જ સ્થળેથી મળી રહે તેવા હેતુથી રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને રોટરેકટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા રોટરી એજ્યુકેશન અને કેરીયર એકસ્પો-2024નું આયોજન મોટા વરાછા ખાતે માતૃશ્રી ફાર્મ પર આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ખુબ મોટી સંખ્યામાં વાલીઓ અને વિધાર્થીઓએ આ કેરિયર એક્સ્પોનો લાભ લીધો હતો.
આ પ્રોજેક્ટનું સંચાલન રોટરી પ્રેસિડેન્ટ વિજય માંગુકિયા, સેક્રેટરી કલ્પેશ બલર અને મંથ લીડર કિર્તી ખેનીની આગેવાની હેઠળ નીતિન ધામેલિયા અને ભાવેશ ઘેલાણી અને રોટરેકટ પ્રેસિડેન્ટ કેવલ પોંકિયા, સેક્રેટરી ઉમેશ ડુંગરાણી અને મંથ લીડર કેવલ તેજાણીની આગેવાની હેઠળ પ્રોજેક્ટ ચેરમેન સાગર ગજેરા અને કિશન મનવણ દ્વારા કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp