ગુજરાતમાંથી કેટલું કાળું નાણું પકડાયું છે?

PC: thewire.in

ગુજરાતમાં આવકવેરા ઘોષણા યોજના (IDS) હેઠળ ચાર મહિનામાં રૂ. 18,000 કરોડના બ્લેકમનીની જાહેરાત કરવામાં આવી છે, જે દેશભરમાં જાહેર કરાયેલા કુલ બ્લકમની સામે આશરે 29 ટકા છે. 2016ના જૂનથી સપ્ટેમ્બર વચ્ચે કેન્દ્રની આ સ્કીમ મૂકવામાં આવી હતી. ગુજરાતના મહેશ શાહની ગેરકાયદે આવક 13,860 કરોડ રૂપિયાથી પણ વધુ સામે આવી હતી.

RTIના એક પ્રશ્ના જવાબમાં, આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે જૂન 2016થી સપ્ટેમ્બર 2016 સુધીમાં IDS હેઠળ ગુજરાતમાં રૂ. 18,000 કરોડના બ્લેકમનીની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત 65,250 કરોડની કુલ જાહેરાતના 29 ટકા ગુજરાતના છે. અમદાવાદ સ્થિત પ્રોપર્ટી ડીલર મહેશ શાહની રૂ. 13,860 કરોડની ઘોષણા પછી RTIના અરજદાર ભરતસિંહ ઝાલાએ 21 ડિસેમ્બર, 2016ના રોજ તેમની અરજીમાં બ્લેકમની જાણવાની માગ કરી હતી. પરંતુ તે માહિતી પૂરી પાડવા માટે લગભગ બે વર્ષનો સમય આવકવેરા વિભાગે લીધો છે.

ઝાલા કહે છે કે માહિતી મેળવવા માટે લગભગ બે વર્ષનો મેં સંઘર્ષ કર્યો હતો. 'સૌ પ્રથમ, એપ્લિકેશન ખોટી હોવાનું જણાવ્યું હતું, ત્યારબાદ અરજીને નકારી કાઢવામાં આવી કારણ કે અરજી ગુજરાતી ભાષામાં હતી.'

આ વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ, દિલ્હીના ચીફ ઇન્ફોર્મેશન કમિશનરે આવકવેરા વિભાગને માહિતી પૂરી પાડવાનો આદેશ કર્યો હતો. આ અરજદાર RTIમા અરજી કર્યા પછી માહિતી મેળવવા ખૂબ હેરાન થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp