અમદાવાદ RTOના કર્મચારી લોકોની સોસાયટીમાં જઈને HSRP નંબરપ્લેટ ફીટ કરી આપશે

PC: youtube.com

રાજ્ય સરકાર દ્વારા નવા ટ્રાફિકના નિયમની અમલવારી કર્યા પછી 1 નવેમ્બરથી તેનું અમલ કડકાઈથી વાહન ચાલકો પાસેથી કરાવવામાં આવે છે. જો વાહન ચાલક ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરે તો તેની પાસેથી પોલીસ દ્વારા સ્થળ પર જ દંડની વસુલાત કરવામાં આવે છે. જેમાં વધારે દંડ હેલમેટ નહીં પહેરવા બદલ, સીટ બેલ્ટ નહીં બાંધવા બદલ કે, પછી વાહનમાં HSRP નંબરપ્લેટ નહીં લગાવવા બદલ દંડ કરવામાં આવે છે. જો કે, રાજ્ય સરકાર દ્વારા ત્રણથી ચાર વાર HSRP નંબરપ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. છતાં પણ લાખો વાહન ચાલકોએ પોતાના વાહનમાં HSRP નંબરપ્લેટ લગાવી નથી.

અમદાવાદમાં તો ઘણા વાહન ચાલકો એવા છે કે, તેમને પોતાના વાહનની નંબરપ્લેટની અપોઈમેન્ટ લઇને નંબરપ્લેટ બનાવી નાંખી છે પણ તેઓ હવે RTOમાં ફીટ કરાવવા માટે જતા નથી. પણ હવે અમદાવાદમાં રહેતા વાહન ચાલકોને RTOએ HSRP નંબરપ્લેટ લગાવવા બાબતે મોટી રાહત આપી છે. આ કહેવાનું કારણ એ છે કે, હવે RTOના કર્મચારીઓ સોસાયટીમાં જઈને નંબરપ્લેટ લગાડશે અને તે માટે વાહન ચાલકે વધારે ફીની ચૂકવણી પણ નહીં કરવી પડે. હાલ અમદાવાદમાં અંદાજીત 4 લાખ જેટલા વાહનોમાં HSRP નંબરપ્લેટ લગાડવાની બાકી છે અને આ નંબરપ્લેટ વહેલામાં વહેલી તકે લગાવી શકાય, તે માટે હવે RTOના કમર્ચારીઓ લોકોની સોસાયટીના જઈને નંબરપ્લેટ લગાવશે.

એક રિપોર્ટ અનુસાર અમદાવાદના લોકો પોતાની સોસાયટી, મહોલ્લા, કે પોળમાં જ HRSP નંબરપ્લેટ લગાડી શકે અને તે બાબતે પુરતી માહિતી લોકોને મળી રહી તે માટે બે મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. જે પણ વાહન ચાલકે પોતાના વાહનમાં HSRP નંબર પોતાના ઘરે ફીટ કરાવવી હશે, તેને પહેલા KYC કરાવવાનું રહેશે અને ત્યારબાદ RTOમાં જઈને રૂબરૂ અથવા તો ઓનલાઈન HSRP નંબરપ્લેટ ફીટ કરવા માટેની ભરવાની રહેશે. વાહન ચાલકના ફી ભર્યાના 20 દિવસના સમયગાળામાં RTO દ્વારા તેના વાહનમાં નંબરપ્લેટ ફીટ કરી આપવામાં આવશે અને જો વધારે સોસયટીઓમાં નંબરપ્લેટ ફીટ કરવાની હશે તો આ સમયમાં થોડો વધારો પણ થઇ શકે છે.

HSRP નંબરપ્લેટના ચાર્જની વાત કરવામાં આવે તો ટૂ-વ્હીલર માટે 140, થ્રી-વ્હીલર માટે 180, ફોર-વ્હીલર માટે 400 અને હેવી વાહન માટે 420 રૂપિયાની કિંમત નક્કી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp