સચિન પાયલોટ શું કેસરિયા કરવાની તૈયારી કરી રહ્યા છે, અમદાવાદમાં...

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ તાજેતરમાં ચૂપચાપ અમદાવાદની મુલાકાતે આવી ગયા હોવાની રાજકારણમાં ચર્ચા ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં જણાવવમાં આવ્યું છે કે રાજસ્થાનમાં તાજેતરની ચૂંટણીમાં ટોંક વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી જીતનારા અને કોંગ્રેસ નેતા સચિન પાયલોટ એરપોર્ટથી એક ફાઇવ સ્ટાર હોટલમાં રોકાયા હતા. ગુજરાત IBના અધિકારીઓએ જ્યારે સચિન પાયલોટની મુલાકાતનું ફોલોઅપ કર્યું હતું, પરંતુ તેમને ઉપરી અધિકારીઓ તરફથી કહેવામાં આવ્યું હતું કે સચિન પાયલોટનું ફોલોઅપ કરવાનું નથી.

રાજસ્થાનમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે સચિન પાયલોટ અને તે વખતના મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચે ઘણા લાંબા સમયથી ડખા ચાલતા હતા, સચિન પાયલોટે અનેક વખત જાહેરમાં વિરોધ પણ કર્યો હતો.

હવે સચિન પાયલોટને કદાચ એવું લાગ્યું હોય કે, હજુ વર્ષ રાહ જોવી પડે એના કરતા જયોતિરાદિત્ય સિંધીયાની જેમ ભાજપમાં જોડાઇ જઇએ તો કદાચ મંત્રી પદ મળી જાય. જો કે અત્યારે ભાજપને સચિન પાયલોટની જરૂર નથી, પરંતુ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને નબળી પાડવા માટે પાયલોટ કામ આવી શકે,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp