નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું

PC: khabarchhe.com

યુથ ફોર પીપલ્સ ટીમના 20થી વધુ સ્વયસેવકો દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલની બન્ને કોવિડ હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હેઠળ મોટા પાયે સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ, યુથ ફોર પીપલ્સ ટીમના રાહુલ ઠાકુર તથા સન્ની રાજપુત દ્વારા દર્દીઓના સગા-સંબધિઓને કોઈ અગવડતા ન પડે તે માટે પ્લાસ્ટીકના કચરા સહિત, ઝાંડી ઝાખરાનીની સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ વેળાએ પરેશ પટેલે સિવિલ હોસ્પિટલના અધિકારીઓને સ્વચ્છતાથી લઈ કોઈ પણ બાબતે મુશ્કેલી જણાય તો કોર્પોરેશન દ્વારા તમામ સહયોગ પુરો પાડવાની ખાત્રી આપી હતી.

તેમણે હેલ્પ ડેસ્ક, ઓકિસજન પ્લાન્ટની મુલાકાત લઈને કોવિડ હોસ્પિટલની આસપાસ રસ્તાઓનું લેવલિંગ કરવાની અધિકારીઓને સુચના આપી હતી. દર્દીઓના સગા-સંબધિઓને બેસવા માટે 50 જેટલી ખુરશીઓ મુકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પણ આ વેળાએ ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડિવાલા, નર્સિગ એસોસિયેશનના પ્રમુખ કિરણ દોમડીયા, દિનેશ અગ્રવાલ તથા નગરસેવક હિમાશું રાહુલજી ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp