જૂના ધૂળ ખાય છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 78 લાખના ખર્ચે રમત-ગમતના સાધન ખરીદ્યા
10 વર્ષ પહેલાં 89 લાખ રૂપિયાના ખર્ચે ખરીદેલા રમત-ગમતના સાધનો હજુ ધૂળ ખાય રહ્યા છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 78 લાખ રૂપિયાના ખર્ચે રમત-ગમતના નવા સાધનો ખરીદ્યા છે. જેને કારણે ગણગણાટ શરૂ થયો છે.
યુનિવર્સિટીનું નામ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ રોશન થાય અને વિદ્યાર્થીઓને રમત-ગમતમાં પ્રોત્સાહન મળે તેવા હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 78 લાખ રૂપિયાના ખર્ચે રમત-ગમતના નવા સાધનો ખરીદ્યા છે.સારી વાત છે, કે વિદ્યાર્થીઓના પ્રોત્સાહનને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે, પરંતુ સવાલ એ છે કે ખરા અર્થમાં વિદ્યાર્થીઓને આ સાધનોનો ઉપયોગ કરવા દેવામાં 10 વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 89 લાખ રૂપિયાના ખર્ચે ખરીદેલી જીમનાસ્ટીક મેટ હજુ પણ ધૂળ ખાય છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારિરિક શિક્ષણના ઇન્ચાર્જ નિયામક મિનાક્ષી પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, Rashtriya Uchchatar Shiksha Abhiyan (RUSA) હેઠળ મળતી ગ્રાન્ટમાંથી અમે 78 લાખ રૂપિયાના રમત-ગમતના સાધનો વસાવ્યા છે.જેમાં ટેબલ ટેનિસ, બેડમિન્ટન એડજેસ્ટેબલ પોલ, લોન ટેનિસ, વેઇટ લિફ્ટીંગ પ્લેટ, ઇલેકટ્રોનિક વેઇટ મશીન, રેસલિંગ મેટ, બાસ્કેટ બોલ અને વોલીબોલ પોલ જેવા સાધનોની ખરીદી કરવામાં આવી છે.
એક જ કંપની પાસેથી સાધનો કેમ ખરીદવામા આવ્યા? તેવા મીડિયાના સવાલ પર મિનાક્ષી પટેલે કહ્યું હતું કે, એક જ કંપની પાસેથી ખરીદવામા નથી આવ્યા. તેમણે કહ્યુ કે, અમે સરકાર માન્ય ગર્વમેન્ટ ઇ- માર્કેટ પ્લેસ (GEM)ની મદદથી જ રમત-ગમતના સાધનો ખરીદવામાં આવે છે. તેમણે કહ્યું કે અમારી યુનિવર્સિટીમાં બાસ્કેટ બોલનો સ્થાયી પોલ ખરાબ થઇ ગયો હતો એટલે તે કાપીને નવો પોલ નાંખવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ શારિરીક નિયામાક જતિન સોની દ્વારા 89 લાખ રૂપિયાના ખર્ચે જીમનેસ્ટીક મેટની ખરીદી કરવામાં આવી હતી. તે વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જીમનેસ્ટીકના કોઇ ખેલાડી પણ નહોતા અને રમત પણ રમાડવામા નહોતી આવતી. એ મેટ હજુ ધૂળ ખાય છે. 89 લાખ રૂપિયા પાણીમાં.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 78 લાખ રૂપિયાના ખર્ચે રમત-ગમતના નવા સાધનોની ખરીદી તો કરવામાં આવી, પરંતુ નવાઇની વાત એ છે કે યુનિવર્સિટીમાં 12 મેદાન છે અને કોચ માત્ર 4 જ છે. યુનિવર્સિટી પાસે આંતરાષ્ટ્રીય કક્ષાનું હોકીનું મેદાન છે, પરંતુ કોચ નથી. તેવી જ રીતે ક્રિકેટ, શૂટિંગ વોલીબોલ, કબડ્ડી, ટેબલ ટેનિસ માટે પણ કોઇ કોચ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp