અદાણી, એસ્સાર, ટાટાને વીજળીના 4100 કરોડ વધારે ચૂકવી સૌરભ પટેલનું કૌભાંડ

PC: thehindubusinessline.com

ભાજપ સરકારે તેના 23 વર્ષના શાસનમાં પ્રજાના હિતના ભોગે ખાનગી વીજ ઉત્પાદન કંપનીઓને તગડી કમાણી કરાવી છે. પાવર પર્ચેસ એગ્રીમેન્ટ (PPA) યુનિટદીઠ વીજ ખરીદીના ભાવો દર્શાવ્યા છે તેના કરતા ઊંચા ભાવે વીજ ખરીદી કરીને રૂ.4100 કરોડ જેટલી માતબર રકમ ખાનગી વીજ કંપનીઓને ચૂકવીને મોટો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી અને કોંગ્રેસ પક્ષના અગ્રણી કે.જી.પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે અદાણી પાવર, એસ્સાર પાવર તથા ટાટા પાવર સાથે વર્ષ 2007મા ૨૫ વર્ષ માટે પાવર પર્ચેસ એગ્રીમેન્ટ (PPA) યુનિટદીઠ વીજ ખરીદીના ભાવો દર્શાવ્યા છે, જેના કરતા ઊંચા ભાવે વીજ ખરીદી કરવામાં આવી છે એટલે કે વર્ષ 2016-17મા અદાણી પાવર પાસેથી રૂ.3.22 પ્રતિ યુનિટ, એસ્સાર પાવર પાસેથી રૂ.3.60 પ્રતિ યુનિટ, ટાટા પાવર પાસેથી રૂ.2.71 પ્રતિ યુનિટથી ખરીદી કરવામાં આવી છે. ગુજરાત સરકારે ઉપરોક્ત કંપનીઓ સાથે કરેલા કરાર પ્રમાણે જે ભાવ પ્રતિ યુનિટ આપવાના હતા તેના કરતા પણ એસ્સાર પાવરને રૂ.1851 કરોડ, અદાણી પાવરને રૂ.1044 કરોડ અને ટાટા પાવરને 1164 કરોડ જેટલા વધુ નાણા ચૂકવવામાં આવ્યા છે.

ગુજરાત હાઈ પાવર કમિટીએ અગાઉના વર્ષોની અદાણી પાવર, એસ્સાર પાવર તથા ટાટા પાવરને ચૂકવેલા ગુજરાત સરકારે ઊંચા ભાવની ચકાસણી કર્યા વિના સુપ્રીમ કોર્ટને 11 એપ્રિલ 2017ના ચુકાદા સામે 85 પૈસાનો ભાવ વધારો આપવાની જે ભલામણ કરવા આપવાનું નક્કી કર્યું છે તે ગુજરાતના 1.4 કરોડ વીજ ગ્રાહકો માટે ગેરવ્યાજબી તથા ખાનગી વીજ કંપનીઓને કરોડોનો આર્થિક ફાયદો અને ગુજરાતની તિજોરીને નુકશાન કરાવવાનો છે. ભાજપ સરકાર તથા હાઈ પાવર કમિટીની ભલામણનું પોલ ખોલે છે.

કોંગ્રેસ શાસનમાં વર્ષ 1993-94મા સરકારી વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા 4345 મેગાવોટ હતી અને સરકારી વીજ મથકો સરેરાશ 61.4 ટકા સાથે કાર્યરત હતા. કોંગ્રેસ શાસનમાં વીજ ઉત્પાદનમાં સ્વાવલંબી હતું જ્યારે ભાજપ શાસનમાં છેલ્લા ચાર વર્ષમાં સરકારી વીજમથકોની ઉત્પાદન ક્ષમતા માત્ર 31 ટકા પહોચી ગઈ અને બીજી બાજુ ખાનગી વીજ કંપની પાસેથી છેલ્લા ચાર વર્ષમાં રૂ.32,395 કરોડની જંગી વીજ ખરીદી કરવામાં આવી છે આ છે વીજ સરપ્લસ સ્ટેટના દાવાની હકીકત.

કઈ કંપનીને કેટલાં કરોડ રૂપિયા વધારે ચૂકવ્યા તેવી વિગતો

વર્ષ – એસ્સાર – અદાણી – ટાટા

2012-13 - રૂ.94 – 234 – 89

2013-14 – 390 – 152  - 423

2014-15 – 310 – 67 – 261

2015-16 – 507 – 58 – 391

2016-17 – 550 – 373 – 000

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp