26th January selfie contest

ગુજરાતમાં સી ફૂડ ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરાશે, કેન્દ્ર મદદ કરશે

PC: slate.com

ગુજરાતના 1,600 કિલોમીટરના દરિયા કિનારાનો હજી જોઈએ તેટલો વિકાસ કર્યો નથી પરંતુ હવે તેની પર કેન્દ્રની સરકારે ધ્યાન દોર્યું છે. ગુજરાતને સી ફૂડનું એક્સપર્ટ બનાવવાની યોજના તૈયાર થઈ રહી છે.

જાપાન, કોરિયા, ચીન, ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં સફળતાપૂર્વક સી ફૂડની ખેતી થાય છે પરંતુ ગુજરાત હજી સુધી બાકાત છે.

ભાવનગરમાં ગુજરાત સ્થિત સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSMCRI)એ ગીર-સોમનાથ જિલ્લામાં સિમર અને રાજપરા ગામના દરિયા કિનારે બિન-ખાદ્ય સીવીડ 'ગ્રેસીલારિયા ડુરા' વ્યાપારીરૂપે 18 ખેડૂતોના પ્રથમ બેચની તાલીમ પૂર્ણ કરી છે.

આ ખેડૂતોએ સામૂહિક રીતે 5.9 ટન શુષ્ક સી ફૂડના પાક માટે બે ચક્રમાં 1.15 લાખની કમાણી કરી છે (દરેક ચક્રમાં 40 દિવસનો સમાવેશ થાય છે), એમ CSMCRI વૈજ્ઞાનિક ડૉ. મોનિકા કવાલે જણાવ્યું હતું.

કુલ 162 ખેડૂતોને 2019 સુધી તાલીમ આપવામાં આવશે. CSMCRIને નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ તરફથી રૂ. 2 કરોડની ગ્રાન્ટ મળી છે.

રસપ્રદ બાબત એ છે કે, તમિલનાડુએ 2005મા સી ફૂડ ફાર્મિંગ શરૂ કરવા માટે ગુજરાતને પ્રેરણા આપી હતી. ગુજરાત સરકારના એક અધિકારીએ કહ્યું હતું કે સી ફૂડ એ ગુજરાતની નવી ઇન્ડસ્ટ્રીઝ તરીકે ઊભરી આવશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp