ઉત્તરાયણના દિવસે પવનની ગતિ વિશે હવામાન વિભાગની આગાહીએ વધારી ચિંતા

PC: a4ahmedabad.com

ઉત્તરાયણ પહેલા રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની સાથોસાથ પતંગ રસિકોમાં પણ ચિંતા જોવા મળી રહી હતી. પરંતુ, હાલમાં જ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીએ તમામની ચિંતા દૂર કરી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં આકાશ સ્વચ્છ રહેવાની સાથે મધ્યમ ગતિએ પવન પણ ફુંકાશે, જેને કારણે પતંગ ચગાવવામાં કોઈ મુશ્કેલી નહીં પડશે. જોકે, હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જેને લઈ પતંગ રસિકોમાં ચિંતા જોવા મળી રહી છે.

ગઈ કાલ રાતથી રાજ્યના જામનગર, પડઘરી, દ્વારકા સહિતના પથંકમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં પાકને લઈ ચિંતા જોવા મળી રહી હતી. સાથે જ પવનની ગતિ પણ મંદ પડતા પતંગ રસિકોમાં પણ ચિંતા જોવા મળી રહી હતી. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આવતી કાલે રાજ્યમાં આકાશ સ્વચ્છ રહેશે, સાથે જ ઠંડી પણ ઓછી રહેશે. પરંતુ, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લાં બે દિવસ રાજ્યમાં કડકડતી ઠંડી અને જોરદાર પવનો ફુંકાયા બાદ આજે સવારે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડ્યો હતો, જ્યારે કેટલાક શહેરોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. સાથે જ આજે સવારથી જ પવનની ગતિ પણ મંદ પડી હતી, જેને કારણે પતંગ રસિયાઓમાં ઉત્તરાયણ દરમિયાન પવનને લઈ મુંઝવણ જોવા મળી રહી હતી. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ પવન સારો રહેવાની આગાહી કરવામાં આવતા પતંગ રસિયાઓમાં ખુશી જોવા મળી રહી છે.

આગામી બે દિવસ રાજ્યનું તાપમાન અને સ્થિતિ

શહેર

તાપમાન (ડિગ્રી સે.)

વાતાવરણની સ્થિતિ

અમદાવાદ

23

ધુમ્મસ

ગાંધીનગર

23

ધુમ્મસ

ભૂજ

17

વાદળછાયું

નલિયા

18

વાદળછાયું

સુરત

25

તડકો

રાજકોટ

23

વાદળછાયું

વડોદરા

24

વાદળછાયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp