એડવોકેટ મેહુલ બોઘરાને નોટિસ મામલે જુઓ પોલીસ ઇન્સ્પેક્ટરે શું કહ્યું

PC: twitter.com

ટ્રાફીક પોલીસના તોડપાણીના અનેક વીડિયો વાયરલ કરીને જાણીતા બનેલા એડવોકેટ મેહુલ બોઘરાના 2 વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. મેહુલ બોઘરાએ એક વીડિયો વાયરલ કર્યો છે, જેમાં એવો આરોપ મુકવામાં આવ્યો છે કે પોલીસ મફતમાં ફિરકી લેવા આવી હોવાથી બબાલ થઇ હતી. એની સામે ACP વી આર પટેલે ચોખવટ કરતા કહ્યું હતું કે, બોઘરાના આક્ષેપો પાયા વિહોણા છે, પોલીસ તો પોલીસનું કામ કરવા માટે ગઇ હતી. ઘટના એવી હતી કે 12 જાન્યુઆરીએ રવિ કાથલોતિયા નામના વ્યક્તિ સરથાણા પાસે ખુલ્લા પ્લોટમાં પતંગ વેચતા રાજુ ગજેરાની દુકાને ગયા હતા અને ફિરકી ખરીદી હતી. એ પછી 14 જાન્યુઆરીએ જ્યારે પતંગ ચગાવ્યા તો દોરી કાચી નિકળી હતી. રવિ કાથલોતિયા આની ફરિયાદ કરવા ગયા હતા પછી બબાલ થઇ હતી. ઘટના સ્થળે પોલીસની PCR વાન પહોંચી હતી. રવિ કથલોતિયા અને રાજુ ગજેરાની બબાલમાં મુકેશ સોંલકી નામનો વ્યકિત પણ પડ્યો હતો. પોલીસ બધાને સરથાણા પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. ત્યાં રાજુ અને રવિ વચ્ચે સમાધાન થઇ ગયું હતું, પરંતુ મુકેશ સોંલકી દારૂ પીધેલો હતો એટલે પોલીસે તેની સામે કેસ કર્યો હતો.

બીજા વીડિયોમાં પોલીસ મેહુલ બોઘરાની ઓફિસે નોટીસ લઇને પહોંચી હતી તો બોઘરાએ કહ્યું કે, પહેલા મારી સામે ગુનો નોંધો પછી નોટીસ લઇને આવો. પોલીસે વીલા મોઢે પાછા ફરવું પડ્યું હતું. આ બાબતે KhabarChhe.Comએ સરથામા પોલીસ સ્ટેશનના PI વી આઇ. પટેલ સાથે વાત કરી હતી. અમે વી. આઇ. પટેલને પુછ્યું હતું કે શું તમે મેહુલ બોઘરા સામે FIR કરવાનો છો? તો PIએ કહ્યું હતું કે હજુ નક્કી નથી. બીજો સવાલ અમે એ કર્યો હતો કે શું FIR પહેલા નોટીસ મોકલી શકાય? તો PIએ કહ્યું હતું કે હા મોકલી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp