DPSના મંજુલા મેડમને જેલમાં મોકલો પણ અમારા બાળકોને સજા કેમ?: વાલીઓ

PC: Khabarchhe.com

ડીપીએસ સ્કુલમાં ચાલતા નીત્યાનંદ બાબાના આશ્રમને કારણે ડીપીએસ સ્કુલનો સ્ટાફ અને શાળાના બાળકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ડીપીએસ સ્કુલના આચાર્યો અને કેલોરેક્ષના અધિકારીઓ માને છે કે મંજુલા શ્રોફ જો આ નીત્યાનંદ બાબાના ચક્કરમાં ફસાયા ના હોત આજે ડીપીએસ સ્કુલને આ દિવસો જોવાનો વખત આવતો નથી ડીપીએસના આંતરિક સુત્રોના જણાવ્યા પ્રમાણે મંજુલા શ્રોફ સામે પોલીસ ફરિયાદ થઈ ત્યાં સુધી ડીપીએસ અને કેલોરેક્ષનો સ્ટાફ અડીખમ હતો, પણ પહેલા સીબીએસસી અને હવે ગુજરાત સરકારે મંજુરી રદ કરતા આચાર્યો અને અધિકારીઓ પોતાના સોશીયલ મિડીયામાં ચર્ચા કરી રહ્યા છે કે આટલા વર્ષોથી સારી ચાલી રહેલી સ્કુલ મંજુલા મેડમ અને નીત્યાનંદ બાબાને કારણે મુશ્કેલીમાં મુકાઈ છે. આમ સ્ટાફ પણ હવે મંજુલા મેડમની ટીકા કરવા લાગ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ શાળાની સામે હડતાળ પર ઉતર્યા છે. 

બીજી તરફ આટલા વર્ષો સુધી મંજુલા શ્રોફને મળી રહેલા રાજકિય રક્ષણને કારણે ડીપીએસ સ્કુલમાં ચાલી રહેલા ગોટાળા સામે સરકારે આંખ મીચામણા કર્યા પણ જયારે સરકાર જાગી ત્યારે સ્કુલની મંજુરી રદ કરવા સુુધીના આકરા પગલા લેતા શાળાના 600 બાળકોના ભાવીનું શુ તેવો પ્રશ્ન ઉભો થયો છે જો કે મંજુરી રદ કરતા પહેલા સરકારે આ બાળકો હવે કઈ સ્કુલમાં ભણશે તેની વ્યવસ્થા કરવાની હતી પણ તેવી કોઈ જાહેરાંત નહીં કરતા વાલીઓ કહી રહ્યા છે મંજુલા મેડમને જેલમાં મોકલો પણ તેની સજા અમારા બાળકોને કેમ આપો છે, આ આક્રોશને કારણે વાલીઓ હવે મેદાનમાં ઉતર્યા છે અને તેઓ જુદા જુદા મોર્ચા બનાવી શિક્ષણાધિકારીની કચેરી સહિત ગાંધીનગરમાં ધામા નાખવા લાગ્યા છે. જો કે ડીપીએસના 600 બાળકો કયાં ભણશે તેવી જાહેરાંત સરકાર કરશે નહીં તો મંજુલા સામેનો ગુસ્સો સરકાર સામે આવી જશે,

મંજુલા શ્રોફના મિત્ર તરીકે ઉત્તમ ભુમીકા અદા કરનાર હિતેન વસંત નીત્યાનંદ બાબાના મામલે મંજુલાના ટ્રબલશુટર રહ્યા હતા પણ તેમને ખબર ન્હોતી કે મિત્રતા કિમંત માગે છે ભુતકાળમાં તેમના વ્યવસાઈક સંબંધોને કારણે હિતેશ વસંતને આરોપી બનવાનો વખત આવ્યો છે જો કે સમાજના બહોળા વર્ગમાં મંજુલા શ્રોફ સામે જે પ્રકારનો ગુસ્સો છે તેવો હિતેન વસંત સામે નથી હિતેન વસંત ખોટા ફસાઈ ગયાની લાગણી સમાજનો એક વર્ગ વ્યકત કરી રહ્યો છો જો કે આમ છતાં હિતેન વસંતને પણ હવે તમામ કાયદાકીય બાબતોનો તો સામનો કરવો જ પડશે અગાઉ ભુતકાળમાં મંજુલા શ્રોફ સાથે જયાં પણ ભાગીદારી કરી છે તેનો જવાબ માટે પણ હિતેન વસંતે તૈયાર રહેવુ પડશે.

પ્રશાંત દયાળ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp