શક્તિસિંહ પોલિંગ એજન્ટ પર ગરમ, BJP સિમ્બોલવાળી પેન, અમિત શાહના ખેસ સામે પણ વાંધો

PC: twitter.com

ગુજરાતમાં સવારથી મતદાન માટે લાઈનો લાગી રહી છે, કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પણ પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરીને વોટિંગ કર્યું હતું. ગાંધીનગર બેઠક પર મત આપવા પહોંચેલા શક્તિસિંહ ગોહિલે પોલિંગ એજન્ટ પર ગંભીર આરોપ લગાવ્યો છે. શક્તિસિંહ ગોહિલે ભાજપના ધારાસભ્યના પતિ ભાજપના સિમ્બોલ વાળી પેન લઈને આવ્યા હતા, તેવો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, BJP ધારાસભ્યના પતિ ગેરકાયદેસર રીતે વાસણ ગામમાં ઘૂસ્યા હતા, ચૂંટણી પંચ આંખો બંધ ન કરે.

શક્તિસિંહે ભાજપના સિમ્બોલ સાથેની પેન લઈને બેસેલા પોલિંગ એજન્ટ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ પેનમાં સિમ્બોલ છે? તમારું ધ્યાન નથી પડતું બૂથમાં સિમ્બોલ સાથે પોલિંગ એજન્ટ બેસે છે. સિમ્બોલ સાથે ભાજપના પોલિંગ એજન્ટ કેમ બેસી શકે? હું ચૂંટણી પંચને કહું છું , તમામ બૂથ પર આ બાબતનું ધ્યાન રાખવામાં આવે. શું આ રીતે જ ચૂંટણીની ધાંધલી ચલાવવાની છે? કોંગ્રેસ માટે નિયમો અને ભાજપ માટે કોઈ નિયમ નથી? આ ધંધા કરવાના છે?

આ સિવાય તેમણે કહ્યું હતું કે, મતદાનમાં હું ક્યારેય ખેસ પહેરીને વોટ આપવા  નથી ગયો પણ અમિત શાહ કેસરી ખેસ પહેરીને મતદાન કરવા ગયા હતા. હું દેશનો ત્રિરંગો પહેરીને જાવ છું અને જોવ છું કે અમિત શાહ માટેના નિયમ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ માટેના નિયમ એક છે કે જુદા જુદા છે. અમિત શાહે કેસરી ખેસ પહેરીને વોટિંગ કર્યું છે તો હું પણ આ ખેસ સાથે વોટિંગ કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp