સુરતની એથર ઈન્ડસ્ટ્રીમાં આગ લાગતા 7 લોકોના કંકાલ મળ્યા, કંપનીના શેર 1000 કરોડ...

PC: twitter.com

સુરતના સચીન GIDCમાં આવેલી એથર કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં મંગળવારે રાત્રે લગભગ 1-30 વાગ્યે જબરદસ્ત બ્લાસ્ટ થયો હતો અને કંપનીમાં વિકરાળ આગ ફાટી નિકળી હતી. આગને કારણે 27 કામદારો દાઝી ગયા હતા. આગની ભયાનકતા એ વાત પરથી ખબર પડે  છે કે ફાયરના જવાનોને આગ બુઝાવતા 24 કલાક લાગ્યા હતા. બધા ફાયર ફાઇટરોને એથર કેમિકલ પર બોલીવી લેવાયા હતા.

આગ ઠરી ગઇ પછી ખબર પડી તો ફેકટરીની અંદર 7 મજૂરો ભડથૂ થયેલા  મળ્યા હતા. તેમના માત્ર હાડપિંજર દેખાતા હતા. જે 27 કામદારો દાઝી ગયા છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

કેમિકલ અત્યંત જ્વલનશીલ હોવાને કારણે આગ ખુબ ઝડપથી પ્રસરી ગઇ હતી અને ફેકટરીનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો.

નવાઇની વાત એ છે કે એથર કેમિકલ ઇન્ડસ્ટ્રીના માલિક અશ્વીન દેસાઇને દેશભરમાં સ્પેલિશ્યલાઇઝડ કેમિકના  ખુભ અનુભવી માણસ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ  અશ્ચિન દેસાઇની પોતાની જ ફેકટરીમાં આગ લાગી ગઇ. એથર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ શેરબજારમાં લિસ્ટેડ કંપની છે અને આગની ઘટના પછી શેરના ભાવમાં ગાબડાં પડ્યા હતા અને કંપનીના માર્કેટ કેપમાં એક જ દિવસમાં 1000 કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ગયું હતું.

ફોર્બ્સ મેગેઝીને તાજેતરમાં 2249 અબજોપતિની યાદી જાહેર કરી હતી તેમાં એથર ઇન્ડસ્ટ્રીના અશ્વીન દેસાઇ 168મા ક્રમે હતા. તેમની સાથે અત્યારે બિઝનેસમાં પત્ની પૂર્ણિમા અને બે પુત્રો અમન અને રોહન સાથે જોડાયેલા છે.

એથર કેમિકલ ઇન્ડસ્ટ્રીની આગની ઘટના પર GPCBના અધિકારી જીજ્ઞાસા ઓઝાએ કહ્યું હતું કે બેદરકારીને કારણે આગ નથી લાગી આ એક અકસ્માત છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી, પરંતુ પ્રાથમિક નજરે એવું લાગી રહ્યું છે કે ટેન્કફોર્મની અંદર સોલવન્ટ સ્ટોરેજ કરેલું એના લીધે વેપર ક્લાઉડ બન્યું અને આ વેપર ક્લાઉડ કોઇ સ્પાર્કના સંપર્કમાં આવ્યું હશે જેને કારણે આગ લાગવાની સંભાવના છે.

જો કે, આગની ઘટનામાં 7 સાવ નિદોર્ષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ આગની ઘટનામાં કંપનીની બેદરકારી તો છે જ, પરંતુ  GPCB સહિતની અનેક એવી એજન્સીઓ કે જેમની  ઇન્ડસ્ટ્રી જાણકારી રાખવાની જવાબદારી છે તેવા તમામ લોકોના પાપે 27 મજૂરો દાઝી ગયા અને 7 કામદારોએ જીવ ગુમાવ્યો. આ મગરમચ્છોના પેટનું પાણી હાલવાનું નથી, કારણ કે પૈસો બધો ખેલ કરી નાંખતો હોય છે અને મરવાનું નિદોર્ષ લોકોને જ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp