રાજ્યના 10 સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 1.64 લાખ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા

PC: pbs.twimg.com

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવ્યાનુસાર, આજે તા. 12/6/2019ના રોજ બપોરે 4 કલાકની સ્થિતિએ 'વાયુ' વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત 10 જિલ્લાઓમાં 164090 નાગરિકોનું સલામત સ્થળે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે.

રાજ્યના સંભવિત અસરગ્રસ્ત 10 જિલ્લાઓમાં થયેલા સ્થળાંતરની વિગતો જોઈએ તો મોરબી જિલ્લામાં 4387, ભાવનગર જિલ્લામાં 23267, જુનાગઢ જિલ્લામાં 16013, ગીર સોમનાથ જિલ્લામાં 18058, જામનગર જિલ્લામાં 11653, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 28490, કચ્છ જિલ્લામાં 17982, પોરબંદર જિલ્લામાં 19998, રાજકોટ જિલ્લામાં 3436 અને અમરેલી જિલ્લામાં 20806 મળીને કુલ 10 સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં 164090 નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની રહેવા-જમવા અને પીવાના પાણીની પુરતી વ્યવસ્થા સ્થાનિક વહિવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp