શ્રી બજરંગ સેનાના વડા હિતેશ વિશ્વકર્માએ ચૂંટણીને લઇ મતદારોને કરી અપીલ
દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે લોકતંત્રના આ ઉત્સવમાં વધુમાં વધુ મતદાતાઓ ભાગ લે અને લોકશાહીને મજબૂત કરે તે માટે શ્રી બજરંગ સેના દ્વારા મતદારોને જાગૃત કરવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે. શ્રી બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રખર સમાજસેવક હિતેશ વિશ્વકર્માએ દેશની જનતાને અપીલ કરી છે કે દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. તેઓ સોશ્યલ મીડિયા થકી પણ મતદારોને જાગૃત કરી રહ્યા છે.
હિતેશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે આપણા દેશમાં 100 કરોડથી વધુ મતદારો છે. પરંતુ ચૂંટણીમાં 30 થી 40 ટકા નાગરિકો મતદાન કરતા નથી. આ લોકશાહી માટે સારી બાબત નથી. જો આપણે એક સારો દેશ અને સારી વ્યવસ્થા સ્થાપિત કરવી હશે તો લોકશાહીના આ પર્વમાં ભાગીદારી સુનિશ્ચિત કરવી પડશે. મતદાનના દિવસે દેશના ભાવિ માટે સૌએ આળસ ખંખેરીને ઘરની બહાર નીકળી મતદાન કરવું પડશે.
ઉલ્લેખનીય છે કે શ્રી બજરંગ સેનાની સ્થાપના સુરત ખાતે હિન્દુ નેતા અને પ્રખર સમાજસેવક હિતેશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવી છે અને આજે સંગઠનમાં દેશભરમાંથી 90 હજારથી વધુ સભ્યો જોડાયેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp