દાહોદમાં એક જ પરિવારના છ સભ્યોની ગળા કાપીને હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર

PC: youtube.com

દાહોદમાં એક પરિવારની સામુહિક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોઈ વ્યક્તિ દ્વારા પરીવારના છ સભ્યોની હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે છએ છ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

એક રિપોર્ટ અનુસાર, દાહોદના સંજેલીના તરકડા મહુડી ગામમાં રહેતા પલાશ પરિવારના સભ્યોની કેટલા ઇસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીની હત્યા કરી હતી. આ ઘટનાની જાણ વહેલી સવારે ગામ લોકોને થતા ગામ લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસ જ્યારે ઘટના સ્થળ પર આવી તે સમયે પરિવારના 4 બાળકો અને માતા-પિતાના ગાળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીની હત્યા કરાયેલી લાશ જોવા મળી હતી. આ મૃતક લોકોમાં ભરત પલાસ, સમીબેન પલાસ, દીપિકા પલાસ, હેમરાજ પલાસ, દીપેશ પલાસ અને રવિ પલાસનો સમાવેશ થાય છે.

આ સામુહિક હત્યાકાંડ મામલે પોલીસ ડોગ સ્કવોર્ડ અને FSLની ટીમને સાથે રાખીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ બાબતે ગામના સરપંચે જણાવ્યું હતું કે, ભરત પલાસનો કાકાનો દીકરા વિક્રમનું આગળના દિવસે ટ્રેનમાં કપાઈ જવાથી મોત નીપજ્યું હતું. બીજે દિવસે સવારે તેમના સંબંધીનો ફોન આવતા તેઓ ભરતને તેમની સાથે લઈ જવા માટે ભરતના ઘરે આવ્યા હતા ત્યારે તેમને ઘરની બહાર ચાર સભ્યોની ગળા કપાયેલી લાશ જોવા મળી હતી અને ઘરની અંદરનો દરવાજો ખોલતા બે લાશ ઘરની અંદર જોવા મળી હતી. હાલ પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp