પહેલા સરકારી વિભાગોમાં લાગશે સ્માર્ટ મીટર, વિરોધ બાદ વીજળી વિભાગે લીધો નિર્ણય

PC: english.gujaratsamachar.com

ગુજરાતમાં વીજળી વિભાગ તરફથી ઉપભોક્તાઓના ઘરો પર લગાવવામાં આવી રહેલા સ્માર્ટ મીટરનો વિરોધ ઓછો થવાનં નામ લઈ રહ્યો નથી. ઉપભોક્તાઓના વિરોધને જોતા વિભાગે સ્માર્ટ મીટર લગાવવાનું કામ રોકી દીધું છે અને તર્ક આપ્યો કે, પહેલા સ્માર્ટ મીટર ગ્રાહકોના ઘરોની જગ્યાએ સરકારી ઓફિસોમાં લાગશે, જેનાથી લોકોમાં આ મીટરોને લઈને વિશ્વાસ આવે. વીજળી વિભાગ તરફથી આખા રાજ્યમાં અત્યાર સુધી 50 હજાર સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે.

એવામાં જે ઘરોમાં સ્માર્ટ મીટર લાગ્યા છે, એ ઉપભોક્તા સતત બિલ વધીને આવવાની ફરિયાદ કરી રહ્યા છે. ઉપભોક્તાઓનો આરોપ છે કે જૂના મીટરની તુલનામાં સ્માર્ટ મીટરથી વીજળીનું બિલ એનક ઘણું વધીને આવી રહ્યું છે એટલે તેઓ આ મીટરનો વિરોધ કરી રહ્યા છે. તો સ્માર્ટ મીટર લાગ્યા બાદ વડોદરાથી હેરાન કરી દેનારી ઘટના સામે આવી. જ્યાં ભાડાથી રહેતા એક વ્યક્તિના ઘરે 9 લાખ રૂપિયાનું બિલ આવ્યું, જેની ફરિયાદ કરવા પર વિભાગ તરફથી પોતાની ભૂલ સ્વીકારતા ગ્રાહકે ઉપયોગ કરેલી વીજળી મુજબ બિલ મોકલવામાં આવ્યું છે.

સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ વધતો જોઈને ગાંધીનગરમાં અધિકારીઓએ એક બેઠક બોલાવી, જેમાં પહેલા લોકો વિશ્વાસ જીતવા માટે આ આ મીટરોને સરકારી વિભાગોમાં લગાવવાનો નિર્ણય લીધો છે. સાથે જ જે ગ્રાહકોના મીટર લગાવ્યા બાદ વધારે બિલ આવ્યું છે. તેમણે સ્પષ્ટ બતાવ્યું કે, તેમના બાકી બિલને જોડીને નવા બિલમાં મોકલવામાં આવ્યા છે, જેના કારણે લોકોને સ્માર્ટ મીટરો પર શંકા જઇ રહી છે. સાથે જ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, જૂના બાકી બિલને પણ ઉપભોક્તાઓના બિલમાં જોડીને નહીં મોકલવામાં આવે.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર (MD) જયપ્રકાશ શિવહરેએ કહ્યું કે, સ્માર્ટ મીટર સૌથી પહેલા GEB કોલોની અને પાવર સ્ટેશનમાં લગાવીને ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા, જેની સફળતા બાદ જ જૂન મીટરોની જગ્યાએ સ્માર્ટ મીટર ઉપભોક્તાઓના ઘરોમાં લગાવવામાં આવી રહ્યા છે. સ્માર્ટ મીટરમાં રિચાર્જ, ગ્રાહકને ડિસ્કાઉન્ટ મળી શકે, યુસીઝ પોતાના ફોનમાં જોઈ શકાનારી ઘણી સુવિધાઓ, સ્માર્ટ મીટરના માધ્યમથી ગ્રાહક પોતાના મોબાઈલ ફોનથી ચેક કરી શકશે કે કેટલા યુનિટનો તેમણે વપરાસ કર્યો છે અને ઉપભોક્તા મોબાઈલથી સરળતાથી રિચાર્જ કરી શકશે.

તેમણે કહ્યું કે, સ્માર્ટ મીટરોને લઈને કેટલાક લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે, જેના કારણે પણ વિરોધ થઈ રહ્યો છે. અમે આગામી દિવસોમાં લોકોનો વિશ્વાસ જીતીને જ સ્માર્ટ મીટર લગાવીશું. સ્માર્ટ મીટરને લઈને કોઈ આશંકા હશે તો દરેકના ઘરમાં ચેક મીટર પણ લગાવવામાં આવશે. સ્માર્ટ મીટરમાં કંઇ પણ છુપાવવા જેવું નથી. ગુજરાત વિધાનસભાના નેતા પ્રતિપક્ષ અને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, રાજ્યમાં લગભગ 1.50 કરોડ મીટર લગાવવામાં આવશે, જેમાં ઓછામાં ઓછું 300 રૂપિયાનું બેલેન્સ હશે.

સ્માર્ટ મીટરના માધ્યમથી રિચાર્જના નામ પર કરોડો રૂપિયા સરકાર ગ્રાહકો પાસે વીજળીના ઉપયોગ અગાઉ જ લૂંટવાનું ષડયંત્ર કરી રહી છે. સ્માર્ટ મીટર લાવવા અગાઉ ગુજરાત સરકાર લોકોને 200 યુનિટ ફરી આપે. ગ્રાહકોને સ્માર્ટ મીટર લગાવવા કે નહીં તેનો વિકલ્પ સરકાર આપે. સ્માર્ટ મીટર લાગ્યા બાદ બિલ વધારે આવવાની ફરિયાદ મળી રહી છે, જેનું 2 મહિનામાં 4500 રૂપિયા બિલ આવતું હતું, તેનું બિલ 20 દિવસમાં જ 4,000 રૂપિયાનું આવી રહ્યું છે.

જે પ્રકારે મોબાઇલમાં પ્રી-પેઇડ અને પોસ્ટપેડ બે વિકલ્પ હોય છે. એવી જ રીતે સ્માર્ટ મીટરમાં પણ લોકોને વિકલ્પ આપવો જોઈએ. સ્માર્ટ મીટરમાં રિચાર્જ પૂરું થઈ જાય છે તો તરત જ પાવર કપાઈ જાય છે. એવામાં જેની પાસે સ્માર્ટફોન નથી. તે કેવી રીતે રિચાર્જ કરાવશે. એ પણ મોટો સવાલ છે. શું ગરીબોને રાજ્ય સરકાર આગામી સમયમાં સ્માર્ટફોન આપવાનું આયોજન પણ બનાવી રહી છે, સ્માર્ટ મીટરના માધ્યમથી લોકોને લૂંટવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો સરકારે સ્માર્ટ મીટર લગાવવાનું કામકાજ ન રોક્યું તો આગામી દિવસોમાં સવિનય કાનૂન ભંગ કરીને કોંગ્રેસ વિરોધ કરશે. તો AAP નેતા ઇશુદાન ગઢવીએ રાજ્યમાં લોકોને 300 યુનિટ ફરી વીજળી આપવાની માગ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp