જે માતાએ મજૂરી કરીને પુત્રને ઉછેરીને મોટો કર્યો, તે પુત્રએ જ કરી માતાની હત્યા

PC: youtube.com

મા હંમેશાં પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કરે છે. પોતાની ચિંતા કાર્ય વગર પેટે પાટા બાંધીને પણ માતા બાળકને ભણાવે છે. જ્યારે બાળકને કોઈ પણ બીમારી થાય તો માતા મુશ્કેલીનો સામનો કરીને બાળકની સારવાર કારણે છે અને આવી રીતે લાડકોડથી બાળકનો ઉછેર કરીને તેને પગભર કરે છે પરંતુ ક્યારેક આ બાળકો જ મોટા થઇને માતાના મોતનું કારણ બને છે. આ પ્રકારનો એક કિસ્સો તાપી જિલ્લાના એક ગામમાં પ્રકાશમાં આવ્યો છે. પુત્રને બોથડ પદાર્થ માતાના માથામાં મારીને માતાનું મોત નીપજાવ્યું હતું અને ત્યારબાદ પુત્ર ફરાર થઇ ગયો હતો.

એક રિપોર્ટ અનુસાર તાપી જિલ્લાના વાલોડ તાલુકાના રાનેવરી ગામમાં આવેલા નિશાળ ફળિયામાં સુરીતાબેન તેમના બે પુત્રોની સાથે રહે છે. સુરીતાબેનનો એક પુત્ર પહેલા પતિનો છે. ત્યારબાદ તેમને બીજા લગ્ન કર્યા હતા અને બીજા પતિનું દશ વર્ષ પહેલા મોત નીપજ્યું હતું તેથી બંને પુત્રોને ઉછેરીને મોટા કરવાની જવાબદારી સરિતાબેન પર આવી પડી હતી. જેના કારણે તેઓ મજૂરી કામ કરીને બંને પુત્રોનો ઉછેર કરતા હતા. ગઈ કાલે જ્યારે સુરીતાબેન તેના નાના દીકરા સાથે બેસીને જમતા હતા ત્યારે મોટા દીકરા આશિષે આવીને જમવાનું બનાવ્યું છે તેમ પૂછતાં સુરીતાબેને કહ્યું તારા માટે જમવાનુ બનાવ્યું નથી.

આ વાત સંભાળતાની સાથે આશિષ રોષે ભરાયો હતો અને માતાની સાથે ઝઘડો કરીને ચાલ્યો ગયો હતો અને થોડી વાર પછી પરત આવીને સુરીતાબેન જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે આશિષે માતાના માથાના ભાગે કોઈ બોથડ પદાર્થ વડે હુમલો કર્યો હતો. માથાના ભાગે વધારે ઈજા થતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હુમલો કરીને આશિષ ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ વાલોડ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ કરીને સુરીતાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને આશિષ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp