સુરતના કામરેજમાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં સગા પુત્રએ કરી માતાની હત્યા

PC: makfax.com.mk

માએ જે પુત્રને જન્મ આપીને તેનું લાલન-પાલન કરીને તેને મોટો કર્યો હોય, તે જ પુત્રએ નજીવી બાબતમાં આવેશમાં આવીને માતાના માથામાં હથોડીના ઘા ઝીંકીને માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

સમગ્ર ઘટના સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા ખોલવડ ગામની છે. જ્યાં અમૃત થોરી તેની 55 વર્ષની માતા મંગુબેન થોરી સાથે રહેતો હતો. આ માતા-પુત્ર મહારાષ્ટ્રના ધુલિયાથી ખોલવડ ગામમાં રહેવા માટે આવ્યા હતા. અંદાજિત એક અઠવાડિયા પહેલા આ માતા અને પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો થવાનું મૂળ કારણ એ હતું કે, અમૃતને ઘરની બહાર સુવા માટે જવું હતું પરંતુ તેની માતાએ તેને બહાર સુવા જવા માટેની ના પાડી હતી. માતા-પુત્રના ઝઘડામાં પુત્રએ બાજુમાં પડેલી હથોડી લઇને માતાના માથાના ભાગે મારી દીધી હતી. ઘટના સમયે જ અમૃતની બહેન તેની માતાને મળવા માટે આવી હતી અને તે ભાઈને માતાને હથોડી મારતા જોઈ ગઈ અને બુમાબુમ કરવા લાગી. જેના કારણે અમૃત ઘરમાંથી ભાગી ગયો. અવાજ સાંભળીને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને લોકોએ ઘાયલ થયેલા મંગુબેનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ ઉપરાંત ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને પુત્રની શોધખોળ શરૂ કરી હતી. બીજી બાજુ મંગુબેનનું સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જેના કારણે કામરેજ પોલીસે અમૃત સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને અમૃતની શોધખોળ શરૂ કરી હતી. એક દિવસ પોલીસને બાતમી મળી હતી કે, પોલીસને હત્યારો અમૃત કામરેજ ચાર રસ્તા નજીક આવેલા બ્રીજ પાસે ફરી રહ્યો છે, જેના કારણે પોલીસે કામરેજ ચાર રસ્તા પાસે વોચ ગોઠવીને અમૃતની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp