હરિયાળી ક્રાંતિના પ્રણેતા સ્વામીનાથનને SRKના કર્મચારીઓએ પાઠવી શ્રદ્વાંજલિ

PC: hindi.crictracker.com

ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવનાર પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક અને હરિત ક્રાંતિના પ્રણેતા સ્વ.એમ.એસ. સ્વામીનાથનને સુરતના અગ્રણી ડાયમંડ પરિવાર શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના 5 હજારથી વધુ કર્મચારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગોવિંદભાઈ ધોળકિયાની ઉપસ્થિતિમાં આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ગોવિંદભાઈ ધોળકિયાએ સ્વ.એમ.એસ. સ્વામીનાથનને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવા સાથે જ કેટલાક સ્મરણો યાદ કર્યા હતા. ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે તેમના દ્વારા માતા સંતોક બા ના નામે શરૂ કરવામાં આવેલ સંતોક બા માનવ રત્ન એવોર્ડ માટે જ્યુરી દ્વારા જ્યારે કૃષિ વૈજ્ઞાનિક અને હરિત ક્રાંતિના પ્રણેતા સ્વામીનાથનના નામની પસંદગી કરવામાં આવી ત્યારે આ એવોર્ડ સમારોહમાં આમંત્રણ આપવા માટે પહેલી વખત મદ્રાસ ખાતે તેમના નિવાસ સ્થાને મુલાકાતનો અવસર મળ્યો. તે સમયે સ્વામીનાથન દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક ડાયમંડ કંપની મને શા માટે એવોર્ડ આપે ત્યારે ગોવિંદભાઈએ કહ્યું હતું કે અમે મૂળ સૌરાષ્ટ્રના ખેડૂત છીએ તેથી અમને તમારા જેવી વ્યક્તિનું મહત્વ વિશિષ્ઠ છે તે સમજીએ છીએ.

ત્યારબાદ વર્ષ 2013માં સ્વામીનાથન સંતોક બા એવોર્ડ સ્વીકારવા માટે બે દિવસ માટે સુરતના મેહમાન બન્યા હતાં. આ બે દિવસ દરમિયાન સાથે ગાળેલો સમયના સ્મરણો પણ ગોવિંદ =ભાઈએ તાજા કર્યા હતા. ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે દેશ દુનિયાની અનેક પદવી અને એવોર્ડથી સન્માનિત સ્વામીનાથન સંતોક બા એવોર્ડ સ્વીકારી આ એવોર્ડનું ગૌરવ વધાર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp