સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર

PC: yatra.com

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની દેખરેખ અને વ્યવસ્થામાં લાગેલા કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા સરકાર સામે અનેક સવાલ ઉભા થયા છે. વાત એવી છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કર્મચારીઓને છેલ્લા 4 મહિનાથી પગાર નથી મળ્યો, જેના વિરોધમાં તેઓ હડતાળ પર ઉતરી ગયા છે. બ્રિટિશ અખબાર ધ ટાઇમ્સના રિપોર્ટ મુજબ પગાર ન આપવા માટે તેઓ PMને જવાબદાર ઠેરવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 31 ઓક્ટોબર 2018ના રોજ PM નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કર્યું હતું. બ્રિટિશ અખબારના રિપોર્ટ મુજબ પ્રતિમાના ઉદઘાટનના લગભગ બે મહિના બાદથી તેની દેખરેખ રાખી રહેલા કર્મચારીઓને પગાર નથી આપવામાં આવ્યો, એવામાં તેઓ હડતાળ પર ઉતરવા માટે મજબૂર બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp