સુરતના સાયણમાંથી સ્ટેટ વિજીલન્સની ટીમે 800 પેટી દારૂ સાથે બુટલેગરની ધરપકડ કરી

PC: indiatvnews.com

ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં પણ અહીં દારૂની રેલમછેલ જોવા મળે છે. કોણ કહે છે, ગુજરાતમાં દારૂ નથી મળતો. ગુજરાતના દરેક ગામ અને શહેરમાં બેફામ રીતે પોલીસની નાક નીચે બુટલેગરો દારૂનું વેચાણ કરી રહ્યા છે. આ વાત એટલે કહેવી પડે છે કારણ કે, જ્યારે પણ સ્ટેટ વિજીલન્સની ટીમ અલગ-અલગ શહેરમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર રેડ કરે છે ત્યારે લાખો રૂપિયાનો દારૂ ઝડપાતો હોય છે. ભૂતકાળમાં એવી પણ ઘટનાઓ બની ચૂકી છે કે, સ્ટેટ વિજીલન્સની ટીમના દરોડા દરિમયાન લાખો રૂપિયાનો દારૂનો જથ્થો પકડાવાના કારણે સ્થાનિક પોલીસ સ્ટેશનના PI અને PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય. આજે પણ એક એવો જ મામલો સામે આવ્યો છે. આજે વહેલી સવારે સુરતના સાયણ વિસ્તારમાં સ્ટેટ વિજીલન્સની ટીમે દરોડા પાડીને 800 પેટી દારૂનો મુદ્દામાલા પકડી પાડ્યો હતો.

આ સમગ્ર મામલે વાત કરવામાં આવે તો સ્ટેટ વિજીલન્સની ટીમને સુરતના સાયણ વિસ્તારમાં મોટાપાયે દારૂનું વેચાણ થતું હોવાનું બાતમી મળી હતી. બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ વિજીલન્સની ટીમે સાયણ ગામમાં રેડ કરીને વિજય ફ્રુટ નામના કુખ્યાત બુટલેગરને 800 પેટી દારૂનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. સુરતના સાયણ વિસ્તારમાં મોટી માત્રમાં દારૂ મળવાના કારણે સ્થાનિક પોલીસની પણ સંડોવણી સામે આવે તો નવાઈ નહીં. કારણ કે, સ્થાનિક પોલીસની રહેમ નજર સિવાય આટલો મોટો દારૂનો મુદ્દામાલ સાયણ જેવા નાના એવા ગામમાં પહોંચવો એ અશક્ય વાત છે.

હાલ સ્ટેટ વિજીલન્સના અધિકારીઓએ 10 લાખના દારૂના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે. આગામી દિવસોમાં આરોપીની પૂછપરછ કરીને માહિતી મેળવવામાં આવશે કે, આ આરોપી કોની પાસેથી દારૂ લાવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને તેની સાથે દારૂની સપ્લાય કરવામાં કેટલા લોકો સંડોવાયેલા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp