સુરતમાં ગણપતિ બાપ્પાના મંડપ પર શું થયું, જાણો આખો ઘટનાક્રમ, જુઓ વીડિયો

PC: news18.com

સુરતમાં ગઈ રાતે અંજપાભરી સ્થિતિ રહી હતી. અહીં વરિયાળી બજારમાં સ્થાપિત એક ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટના સૈયદપુરા વિસ્તારની છે, જ્યાં ગણેશ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. મોડી રાત્રે ટોળામાં આવેલા કેટલાક લોકોએ પંડાલ પર પથ્થરમારો કર્યો અને ગણેશ મૂર્તિ પર પથ્થર કર્યો અને ગણેશજીની પ્રતિમા પર પથ્થર ફેંક્યા. આ ઘટનાથી તણાવ ફેલાઈ ગયો. સેકડો લોકો દ્વારા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. મોડી રાત સુધી હોબાળો ચાલતો રહ્યો હતો.

પોલીસે લોકોને નિયંત્રિત કરવા માટે ટીયર ગેસના ગોળા છોડ્યા અને લાઠી ચાર્જ કર્યો હતો. બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય પણ પહોંચ્યા હતા. એક્શનની માગ થતી રહી. આખી રાત કાર્યવાહી બાદ પોલીસે એક સમુદાયના 28 લોકોને કસ્ટડીમાં લીધા હતા. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, સુરતના સૈયદપુરા વિસ્તારમાં 6 લોકોએ એક ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો અને એ બધાની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે એવી ઘટનાને પ્રોત્સાહન આપવામાં સામેલ અન્ય 28 લોકોની પણ ધરપકડ કરી છે.

આ ઘટના મોડી રાત્રે ઘટી હતી. એક બીજા ધર્મના યુવકે ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારો કર્યો. ત્યારબાદ લોકોએ વિરોધ કર્યો તો ટોળામાં ડઝનો લોકો આવી ગયા, તેમણે પણ પથ્થરમારો શરૂ કરી દીધો. બીજા સમુદાયના લોકો જમા થઈ ગયા હતા. હોબાળો થવા લાગ્યો તો તેઓ ત્યાંથી ભાગી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન તોડફોડ અને આગ લગાવવાની ઘટના પણ થઈ હતી. રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. અડધી રાત સુધી હોબાળો થયો હતો. આખી રાત પોલીસે છાપેમારી કરી અને 27 લોકોને કસ્ટડીમાં લીધા. સુરતના બધા વિસ્તારોમાં પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, જે લોકો રાજ્યમાં શાંતિ ભંગ કરશે, તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોતે કહ્યું હતું કે, કેટલાક બાળકોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો, ત્યારબાદ ઘર્ષણ થઈ ગયું. પોલીસે તાત્કાલિક એ બાળકોને ત્યાંથી હટાવી દીધા. વિસ્તારમાં તાત્કાલિક પોલીસ તૈનાત કરી દેવામાં આવી. જ્યાં જરૂરિયાત હતી, ત્યાં લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો. શાંતિ ભંગ કરનારા બધા આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. ચારેય તરફ લગભગ 1000 પોલીસકર્મી તૈનાત છે અને અહી સામાન્ય લોકો પણ ઉપસ્થિત છે. પોલીસે CCTV ફૂટેજ, વીડિયો વેઝ્યૂઅલ્સ, ડ્રોન વિઝ્યૂઅલ્સ અને અન્ય ટેક્નિકી દેખરેખ શરૂ કરી દેવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકો સુરતની ઘટના પર સખત કાર્યવાહીની માગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસને ટેગ કરતા લોકો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું ઉદાહરણ આપીને બુલડોઝર એક્શનની માગ કરી રહ્યા છે.

સુરતના એક યુઝરે ગુજરાત પોલીસને ટેગ કરતા લખ્યું કે, ‘સુરતમાં ગણેશજીના ઉત્સવ પર જે લોકોએ પથ્થરમારો કર્યો, તેમના ઘરો પર બુલડોઝર ચલાવો. નહીં તો બાંગ્લાદેશ જેવી સ્થિતિ ગુજરાતમાં થઈ જશે, ભૂપેન્દ્રભાઈ સાહેબે યોગીની જેમ સખત હોવું જોઈએ. એક અન્ય યુઝરે લખ્યું કે, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની પોસ્ટ પર જવાબ આપતા લખ્યું કે, ગુજરાતમાં જિહાદી તત્વ માથું ઊંચકી રહ્યું છે, તેને રોકાવું પડશે. યોગી શૈલીમાં.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp