નર્મદા જિલ્લામાં યાત્રા પર પથ્થરમારો, આગચંપી, ટીયરગેસના સેલ છોડાયા

PC: divyabhaskar.co.in

નર્મદા જિલ્લામાં બજરંગ દળની શૌય જાગરણ યાત્રા પર પત્થરામારો અને આગ ચંપની ઘટનાએ ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે અને ઉચ્ચપોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબુ લેવાનો પ્રયાસ કર્યો છે.ટોળાને કાબુ લેવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા છે. પોલીસનું કહેવું છે કે માહાોલને ડહોળનાર કેટલાંક લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

જાણવા મળેલી વિગત મુજબ નર્મદા જિલ્લામાં આવેલા સેલંબા ખાતે બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા નિકળી હતી. એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે જ્યારે જાગરણ યાત્રા નિકળી હતી ત્યારે વિધર્મીઓએ પત્થરમારો કર્યો હતો અને આગચંપીનો બનાવ પણ બન્યો હતો.

ઘટનાની જાણ થતા મોટા પાયે પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે પત્થરમારો કરનારા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે અને તેમની સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. પોલીસે અત્યારે ફ્લેગ માર્ચ શરૂ કરી છે અને પરિસ્થિતિ અત્યારે કાબુમાં હોવાનું પોલીસનું કહેવું છે.

પોલીસે કહ્યું હતું કે, કુઇદા ગામથી સેલંબા સુધી બજરંગ દળ દ્રારા શૌર્ય જાગરણ યાત્રા કાઢવામાં આવી હતી. આ જાગરણ યાત્રા આખા નર્મદા જિલ્લામાં ફરવાની છે. આ યાત્રા જ્યારે સેલંબા પહોંચી ત્યારે કેટલાંક લોકોએ વાતાવરણ બગાડવા માટે શોર્ય જાગરણ યાત્રા પર પત્થરમારો કર્યો હતો. વાત એટલી હદે વણસી હતી કે આગ ચંપીના બનાવો પણ બન્યા હતા.

વાત વણસે તે પહેલા એલસીબી, એસઓજી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ટોળાંને કાબુમાં લેવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું હતું કે બજરંગ દળની શૌય જાગરણ યાત્રા પર પત્થરમારો કરવાની ઘટનાને પગલે દુકાનોમાં આગ લગાડવામાં આવી હતી. અમારી ટીમે ઘટના સ્થળે પહોંચીને લોકોની મુલાકાત લીધી હતી એને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી.

વસાવાએ કહ્યુ કે ઘટના પૂર્વ કાવતરું રચીને અંજામ આપવામાં આવ્યો હોય તેવું અમને લાગી રહ્યું છે. જે લોકો પણ આ ઘટનામાં જવાબદાર હોય તેમની સામે કડક કાર્યવાહી કરવમાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.

પોલીસનું કહેવું છે કે ટોળાંને વિખેરવા માટે પુરતા પ્રયાસ કરવામાં આવ્યા અને હવે પરિસ્થિતિ કાબુમાં આવી ગઇ છે. છતા પોલીસનો કાફલો તૈનાત રાખવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp