સ્ટીયરીંગ અને ટાયર વગરની કાર બનાવીને સુરતના વિદ્યાર્થીઓએ કમાલ કરી
સુરતના એન્જિનિયરીંગના 3 વિદ્યાર્થીઓએ સ્ટીયરીંગ અને ટાયર વગરની કાર બનાવીને કમાલ કરી નાંખી છે. આ કારને ફ્યુચરિસ્ટિક કન્સેપ્ટ કેપ્સુલ કાર નામ આપવામાં આવ્યું છે.
શિવમ મોર્ય, સંગમ મિશ્રા અને દલજીત નામના 3 વિદ્યાર્થીઓએ સાડા 3 મહિનાની મહેનત પછી આ ઇલેક્ટ્રીકલ વ્હીકલ કાર બનાવી છે. જે સિંગલ ચાર્જમાં 80 કિ.મી. ચાલે છે. 65,000 રૂપિયામાં આ કાર બની છે. આ કાર બનાવવા માટે વિદ્યાર્થીઓ ભંગારમાંથી સામાન લાવ્યા હતા
હવે તમને સવાલ થશે કે સ્ટીયરીંગ નથી કાર કેમ ચાલશે? તો આ કાર બે રીતે કામ કરે છે. એક મેન્યુઅલી અને જોયસ્ટીક તથા ફોન દ્રારા ઓપરેટ થાય છે. આ સમગ્ર ડિઝાઇનને AI આધારિત બનાવવા પર કામ થઇ રહ્યું છે. જેમાં એક એવું સેન્સર હશે કે સામેથી કોઇ પણ વાહન આવશે તો આ કાર ઓટોમેટીક ઉભી રહી જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp