સુમુલ ડેરીએ PM નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે નેત્રયજ્ઞ-રક્તદાન કેમ્પ યોજ્યો

PC: Khabarchhe.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિન નિમિત્તે સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત સુમુલ ડેરી દ્વારા રોટરી આઈ ઇન્સ્ટીટયુટ-નવસારી તથા સરદાર હોસ્પિટલ બારડોલીના સહયોગથી નેત્રયજ્ઞ અને રક્તદાન કેમ્પ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે વિવિધ સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત બાજીપુરા શીત કેન્દ્ર ખાતે સુમુલ ડેરી, સુરત અને રોટરી આઈ ઇન્સ્ટીટયુટ-નવસારી તથા સરદાર હોસ્પિટલ બારડોલીના સહયોગથી નેત્રયજ્ઞ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ તરીકે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી કુંવરજી હળપતિએ સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી અને આદિવાસી વિસ્તારના વિકાસ માટેની વિવિધ યોજનાની વિગતવાર માહિતી આપી હતી. તેમને જણાવ્યું હતું કે હું પણ ઝરીમોરા ગામની દૂધ મંડળીનો પ્રમુખ છું અને સુમુલ દ્વારા ચલાવવામાં આવતી તમામ યોજનાઓ થકી મારા સભાસદોને દૂધ ઉત્પાદનના માધ્યમથી મહત્તમ વળતર મળે તે માટે પારદર્શક વહીવટ આપવાનો સતત પ્રયાસ કરું છું. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને આપણે પણ સ્વચ્છતાની શરૂઆત આપણા ઘરેથી કરી, દૂધ મંડળી, આંગણવાડી,આરોગ્ય કેન્દ્ર વગેરે સ્વચ્છ બને તે માટે 1 ઓક્ટોબરના રોજ 1 કલાક શ્રમદાન કરીએ તેવો અનુરોધ કર્યો હતો.

ઓલપાડ તાલુકાના ડીરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે 1951 સ્થપાયેલી સુમુલ ડેરી હાલમાં દૈનિક 23 લાખ લિટર જેટલું દૂધ ઉત્પાદન કરે છે અને આગામી વર્ષોમાં દૈનિક 25 લાખ લિટર દૂધનું ઉત્પાદન કરશે. તેઓએ હરિતક્રાંતિના પ્રણેતા ડો.એમ.એસ.સ્વામીનાથનને યાદ કરી તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી. રોટરી આઈ નવસારીના ચેરમેન યોગેશ દેસાઈ દ્વારા સુમુલ ડેરીના સહયોગથી ચલાવવામાં આવતા નેત્રયજ્ઞની વિવિધ કામગીરીની વિસ્તૃત છણાવટ કરી હતી. સુમુલે શરુ કરેલા આ સેવાયજ્ઞથી આજદિન સુધી હજારો લોકોએ લાભ મેળવેલ છે એમ તેઓએ જણાવ્યું હતું. આજના આ નેત્રયજ્ઞમાં કુલ 1200 જેટલા સભાસદો ઉપસ્થિત રહ્યા હતા જેમાં 680 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 440 દર્દીઓને ચશ્માં વિતરણ કરવામાં આવ્યું હતું. અને કુલ 40 જેટલી બોટલ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું હતું.

સુમુલ ડેરીના એમડી અરુણ પુરોહિત દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો,પ્રમુખઓ,મંત્રીઓ,સભાસદોનુ સ્વાગત કર્યું હતુ અને પલસાણા તાલુકાના ડીરેક્ટર ભરતસિંહ સોલંકી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે સુમુલ ડેરીના ડીરેક્ટરઓ બળવંત પટેલ, રીતેશ વસાવા, ભરત પટેલ, શૈલેશ પટેલ, રેસા ચૌધરી, કાન્તી ગામીત અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp