સુરત લોકસભા બેઠક માટે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ ફટકારી
સુરત લોકસભા બેઠક પરથી બિનહરિફ જાહેર થયેલા મુકેશ દલાલને ચિંતા ઉભી થાય તેવા સમાચાર છે
જાણીતા મોટિવેશન સ્પીકર અને YoU Can Win પુસ્તરના લેખક શિવ ખેરાએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હીતની અરજી કરી છે એમાં માંગ કરવામાં આવી છે કે NOTAને ઉમેદવાર માનવામાં આવે અને જો NOTAને ઉમેદવારો કરતા વધારે મત મળે તો ચૂંટણી રદ કરી દેવી જોઇએ.સુનાવણીમાં સુરતની લોકસભાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે જો ત્યાં આવી વ્યવસ્થા હતે તો ઉમેદવાર બિનહરિફ જાહેર ન થતે.
અરજીમાં કહેવાયું કે મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી અને પુડીચેરીમાં પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં આ રાજ્યોના ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે, NOTAને જો ઉમેદવારો કરતા વધારે મત મળશે તો ફરી ચૂંટણી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp