સુરતના જ્વેલરે તૈયાર કર્યો રામમંદિરની ડિઝાઇનનો 5000 ડાયમન્ડનો હાર

PC: msn.com

સુરતના એક હીરાના વેપારીએ રામ મંદિરની થીમ પર સુંદર હાર તૈયાર કર્યો છે. આ હારની વિશેષતા એ છે કે 5 હજાર અમેરિકન હીરા અને 2 કિલો ચાંદીનો ઉપયોગ કર્યો છે. આ હારને બનાવવામાં 35 દિવસનો સમય લાગ્યો છે, જેને 40 કારીગરોએ તૈયાર કર્યો છે. જ્વેલર્સ, કૌશિક કાકડિયાએ જણાવ્યું કે તેમાં 5000 કરતા વધુ અમેરિકન હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે 2 કિલો ચાંદીથી બન્યો છે. અમે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરથી પ્રેરિત હતા.

તેમણે આગળ જણાવ્યું કે, તેનો કોઈ વ્યાવસાયિક ઉદ્દેશ્ય માટે નથી. અમે તેને રામ મંદિરને ઉપહાર આપવા માગીએ છીએ, અમે તેને એ ઇરાદે બનાવ્યો છે કે અમે રામ મંદિરને પણ કંઈક ઉપહાર આપીએ. હારની ડોરીમાં રામાયણના મુખ્ય પાત્રોને કંડારવામાં આવ્યા છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં થનાર રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારી તેજ થઈ ગઈ છે. ચારેય તરફ કાર્યક્રમને લઈને ચર્ચાઓ તેજ છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાનની ચરણ પાદુકાઓ પણ ત્યાં રાખવામાં આવશે.

હાલમાં આ ચરણ પાદુકાઓ દેશભરમાં ફેરવવામાં આવી રહી છે. પાદુકાઓ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ 19 જાન્યુઆરીના રોજ એટલે કે આજે અયોધ્યા પહોંચશે. આ પદુકાઓને હૈદરાબાદના શ્રીચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવ્યા છે. આ ચરણ પાદુકાઓ 1 કિલો સોના અને 7 કિલો ચાંદીથી બનાવવામાં આવી છે. તેમાં બેઝકિંમતી રત્નોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે થશે. આ કાર્યક્રમમાં હિસ્સો લેવા માટે હજારો લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. તો રામ મંદિરના પૂજારીની નિમણૂક પણ થઈ ગઈ છે.

મીડિયા રિપોર્ટ મુજબ, ગાઝિયાબાદના વિદ્યાર્થી મોહન પાંડેને અયોધ્યાના રામ મંદિરના પૂજારીના રૂપમાં પસંદ કરવામાં આવ્યો છે. ગાઝિયાબાદના દૂધેશ્વર વેદ વિદ્યાપીઠના વિદ્યાર્થી મોહિતને 3,000 લોકોના ઇન્ટરવ્યૂ બાદ આ પદ માટે પસંદ કરાયેલા 50 લોકોમાંથી પસંદ કરાયો છે. વરણી અગાઉ તેને 6 મહિનાની તાલીમમાંથી પસાર થવું પડશે. ઉલ્લેખનીય છે કે દુધેશ્વર વેદ વિદ્યાપીઠમાં 7 વર્ષની સ્ટડી બાદ માહિત પાંડે આગળના અભ્યાસ માટે તિરૂપતિ જતો રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp