સુરત: ભાજપ કોર્પોરેટરના પુત્રએ ફાયરિંગ કરી દીધું, મજૂરો સાથે બબાલ,ધરપકડ

PC: abplive.com

સુરત ભાજપના વોર્ડ નં-1 ના કોર્પોરેટર અજીત પટેલ(ભેંસાણીયા)ના પુત્રએ કોન્ટ્રાકટરના મજૂરો સાથે બબાલ ઉભી થતા ફાયરીંગ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કોર્પોરેટર પુત્રની ધરપકડ કરી દીધી છે.

સુરતમાં ભાજપના કોર્પોરેટેર અજીત પટેલ જહાંગીરપરા, વરીયાવ,,છાપરાભાઠા, કોસોડ જે વોર્ડ નં1માં આવે છે ત્યાંના કોર્પોરેટર છે અને વ્યવસાયે બિલ્ડર છે. અજીત પટેલના પુત્ર દિવ્યેશની ભેંસાઇ ગામમાં ઇશ્વર કૃપા રેસિડન્સીની સાઇટ પર મજૂરો સાથે માથાકુટ થઇ હતી. જેમાં ગુસ્સે ભરાયેલા દિવ્યેશ ભેંસાણિયાએ દિવાલ પર એક રાઉન્ડ ફાયરીંગ કરી દીધું હતું. જો કે કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. 

અજીત પટેલ, કોર્પોરેટર, સુરત ભાજપ

વોર્ડ નંબર 1ના ભાજપના નગરસેવક અજીત પટેલ (ભેંસાણીયા)ના પુત્રએ તાજેત૨ માં જ લીધેલી લાયસન્સવાળી પિસ્તોલમાંથી બુધવારે મોડી સાંજે ભેંસાણ ગામ ખાતેઆવેલી ઇશ્વરકૃપા રેસીડન્સી સાઇટ ઉપર હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરતા દોડધામ મચી ગઇ હતી. બાંધકામ સાઇટ ઉ૫૨ કોન્ટ્રાકટરના મજુરો સાથે અજીત પટેલના પુત્રની માથાકૂટ થતા તેણે હવામાં ફાયરિંગ કર્યું હોવાની ફરિયાદ કોન્ટ્રાકટરે પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

જોકે નગર સેવક અજીત પટેલે મીડિયા સાથે ટેલિફોનીક વાતચીતમાં પુત્રનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે,પુત્રએ નવી પિસ્તોલ લીધી હોય ટેસ્ટીંગટીં માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. થોડા સમય અગાઉ જ રાંદેર નજીક આવેલા ભેસાણ ગામમાં અજીત પટેલે ઈશ્વર કૃપા રેસીડન્સી નામથી પ્રોજેક્જેટ શરૂ કર્યો છે.

કોન્ટ્રાકટરે પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા મજૂરો સાથે દિવ્યેશ ભેંસાણિયાની માથાકૂટ થતા તેણે પિસ્તોલમાંથી એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. શરૂઆતમાં દિવ્યેશે સમાધાન કરવાના પ્રયાસો કર્યો હતા, પરંતુ કોન્ટ્રાકટર ટસનો મસ ન થતા તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી દેતા દિવ્યેશની ધરપકડ કરવામાં આવી છે.

પાલ પોલીસ સ્ટેશનના પી.આઇ. કે. એલ ગાધેએ મીડિયાને જણાવ્યું હતું કે દિવ્યેશ પટેલ ( ભેંસાણિયા)ની અટકાયત કરવામા આવી છે અને તેની લાયસન્સ વાળ પિસ્તોલ પણ કબ્જે કરવામાં આવી છે. બેલેસ્ટીક રિપોર્ટ માટે FSLમાં મોકલવાની પ્રોસેસ ચાલે છે. દિવ્યેશ સામે નિવેદન લઇને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ભાજપ નેતાઓ અને તેમના પરિવાર જનોના એવા કેટલાંક કિસ્સા સામે આવ્યા છે તેના પરથી લાગે છે કે ભાજપ કાર્યકરો, નેતાઓ હવે ફુલીને ફાડકા થઇ ગયા છે. તેમની સરકાર હોવાથી હવે કોઇ ડર લાગતો નથી. બારડોલી ભાજપના કોષાધ્યક્ષ પણ તાજેતરમાં પાણીપુરીની લારી ચલાવતી મહિલા સાથે દાદાગીરી કરતા હતા, પોલીસ જ્યારે પકડવા ગઇ ત્યારે બારડોલીનો આ નેતા નશામાં ધૂત હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp