સુરત: ડુમસના આશાપુરી માતાજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનું સમાપન
અખિલ ભારતીય સંત સમિતિના કોષાધ્યક્ષ મહામંડલેશ્વર સતપંથ રત્ન એવા સ્વામી જનાર્દનહરિજી મહારાજ સુરતના ડુમસ ખાતે આશાપુરી માતાજીના મંદિરના પટાંગણમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું હતું. 24મીએ એપ્રિલે શરૂ થયેલી કથા જે 30મીએ વિરામ લીધો હતો. આ પ્રસંગે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે કથામાં વક્તાએ કહ્યું હતું કે, ગૌ-શાળા હોય ત્યાં દાન કરવું જોઇએ. દાન તમારી શક્તિ પ્રમાણે કરવું અને યોગ્ય જગ્યાએ કરવું. સમાજે બહેન-દીકરીઓ લવજેહાદનો ભોગ ન બને તેની તકેદારી રાખવા જાગૃત બનવું પડશે. ભરૂચ, વડોદરા, ભાવનગર, નવસારી, અમદાવાદ વગેરે શહેરોમાંથી શ્રોતાઓ કથામાં જોડાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp