રાજ્યમાં પહેલીવાર ફેફસાનું દાન સુરતમાંથી કરવામાં આવ્યું

PC: khabarchhe.com

સુરતને સિલ્ક સિટી અને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે હવે સુરતને લાઈફ ડોનેટ સિટી તરીકે ઓળખાય તો પણ નવાઈ નહીં. કારણ કે, દરેક પ્રકારનું દાન આપવામાં સુરતીઓ હંમેશાં તત્પર રહે છે. એ પછી રક્તદાન હોઈ કે, કોઈ પણ જગ્યા પર કુદરતી આફતના કારણે આર્થિક સહાય કરવાની વાત હોય ત્યારે સુરતીઓ ક્યારેય પાછી પાની કરતા નથી. હવે અંગદાનમાં પણ સુરત અગ્રેસર રહ્યું છે. ત્યારે હવે રાજ્યમાં ફેફસાનું પહેલીવાર દાન પણ સુરત શહેરમાંથી જ કરવામાં આવ્યું છે.

Today we did 1st ever Lung Donation from Gujarat through Surat.

Proud moment for Surat, Gujarat. Today we did 1st ever Lung Donation from Gujarat through Surat. Lung and Heart of 42 years old brain dead person named Vrajesh Navinchandra Shah was being donated from Unique Hospital Surat through Donate Life to BGS Global Hospital,Bangalore and Fortis Hospital, Mulund, Mumbai which gave a new lease of life to 2 persons. Salute to Cadaver Organ Donor Vrajesh Navinchandra Shah and his family members for their decision of organ donation. This was 1st Lung Donation from Surat, Gujarat as well as 22nd Heart Donation from Surat through Donate Life. We are thankful to Unique Hospital & Other Hospitals, Surat Doctors, Fortis Hospital Mulund, Mumbai,IKDRC Ahmedabad,BGS Globle Hospital Banglore,Health Department Government of Gujarat, ROTTO Mumbai,NOTTO,Surat City Police, Surat Municipal Corporation, Surat Collector, Surat Airport Authority, Press-Media and Volunteers of Donate Life for their support in this life saving mission. DONATE ORGANS...SAVE LIVES...

Posted by Donate Life on Thursday, 16 May 2019

એક રીપોર્ટ અનુસાર અડાજણમાં IT ટ્રેનિંગ એકેડમી ચલાવતા 42 વર્ષીય વ્રજેશ શાહને 12 તારીખના રોજ તેમને માથાનો દુઃખાવો થતા તેમને ખેંચ આવવાના કારણે તેઓ બેભાન થઇ ગયા હતા. જેના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમનું સીટી સ્કેન કરાવતા જાણવા મળ્યું હતું કે, તેમના મગજની નસ ફાટી જવાના કારણે તેમના મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો છે. ત્યારબાદ 15 મેના રોજ હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા તેમને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર વાતની જાણ અંગદાન માટે જાણીતી સંસ્થા ડોનેટ લાઈફના સભ્યોને થતા તેમણે વ્રજેશ શાહના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને તેમને ઓર્ગન ડોનેટનું મહત્ત્વ સમજાવ્યું હતું. જેના કારણે વ્રજેશ શાહના પરિવારજનોએ અંગદાન કરવાની સહમતિ દર્શાવી હતી.

જેના કારણે વ્રજેશ શાહના ફેફસાનું દાન બેંગ્લોરના એક દર્દીને કરવામાં આવ્યું હતું, હદયનું દાન મુંબઈમાં, કિડની અને લીવરનું દાન અમદાવાદમાં અને ચક્ષુનું દાન લોક્દૃષ્ટિ ચક્ષુ બેંક સુરતમાં આપવામાં આવ્યું હતું. ગ્રીન કોરીડોરના માધ્યમથી ફેફસાં સુરતથી 1239 કિલોમીટરના અંતરે આવેલા બેંગ્લોરમાં માત્ર 195 મિનિટમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. હ્રદય 90 મિનીટમાં મુંબઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp