અયોધ્યા નગરીના પ્રાચીન વ્યંજન સુરતની હોટલ પીરસશે
22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે. ખુશીના આ પ્રસંગે સંપૂર્ણ દેશમાં ખુશી અને તહેવારોનો માહોલ છે. એટલે જ લે મેરિડીયન સુરત ખાતે અયોધ્યા નગરીના પ્રાચીન વ્યંજન આધારિત ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. આ વિચાર જનરલ મેનેજર પ્રકાશ પરમાર, એક્ઝિક્યુટિવ શેફ શશીકાંત રાઠોડ, સેલ્સ મેનેજર તરબેજ શેખ અને વિનીફર ટોડીવાલાને આવ્યો અને આ અવસરને યાદગાર રીતે મનાવવા અયોધ્યા નગરી ફૂડ ફેસ્ટિવલનું આયોજન 19 જાન્યુઆરીથી કરવામાં આવ્યું છે.
અયોધ્યા નગરી ફૂડ ફેસ્ટિવલનું આયોજન "ઓલ ડે ડાઇનિંગ " રેસ્ટોરન્ટ ખાતે કરવામાં આવશે. આ દરમિયાન હોટેલને દિવાળીની જેમ રંગબેરંગી લાઈટિંગથી સજાવવામાં આવશે. રામધૂનથી સમગ્ર વાતાવરણ રામ ભક્તિમાં લીન હશે. આ પ્રાચીન વ્યંજન ખાસ સુરતવાસીઓ માટે બનવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp