26th January selfie contest

દિપકભાઈએ સેમસંગનો નવો ફોન લીધો, વારંવાર બગડી જતા સેમસંગ કેરે અવગણના કરી પછી...

PC: twitter.com

જિલ્લા મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક રીત રસમો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપીડી કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન ગ્રાહક સુરક્ષા અધિકારી બી.આર.વિશાણાના માર્ગદર્શન હેઠળ કચેરીના જુનીયર/સીનીયર નિરીક્ષકો દ્વારા ઓગસ્ટ-20 માસમાં વેપારી/એકમોની ઓચિંતી તપાસણી કરી વજનમાપ તથા પી.સી.આર. કાયદાના ભંગ બદલ 37 વેપારી/એકમો સામે કેસ કરી રૂા.11,100નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

સુરત અને તાપી જિલ્લાના 1310 વેપારી એકમોની ચકાસણી અને મુંદ્દાદનની કામગીરી હાથ ધરી રૂા.12,35,323ની સરકારી ફી વસુલ કરવામાં આવી હતી. બે મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની ગોપીપુરા, અંબાજી રોડ ખાતે મોબાઈલ કોર્ટ દરમિયાન 17 વેપારી એકમો પાસેથી પ્રોશીકયુશન કેસ કરી રૂા.5800નો દંડ તથા તાપી જિલ્લાના બુહારી ખખાતે મોબાઈલ કોર્ટ દરમિયાન 20 વેપારીઓ એકમો સામે કેસ કરી રૂા.5300નો દંડ સ્થળ પર વસુલ કરવામાં આવ્યો હતો.

ગ્રાહક સુરક્ષા ધારા-1986 અન્વયે ગ્રાહકો તરફથી મળતી ફરિયાદ બાબતે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ઉમરા વિસ્તારમાં રહેતા પલ્લવીબેન પુનમભાઈ શાહે ફરિયાદ કરી હતી કે, તેમણે ખરીદેલુ વ્હીરપુલ કંપનીનું વોશીંગ મશીન ખામીયુકત છે જેથી કચેરી દ્વારા નોટીસ ઈસ્યુ કરતા કંપનીએ વોશીગ મશીનના રૂા.27,500નો ચેક ફરિયાદીને આપ્યો હતો.

લંબે હનુમાન રોડ ખાતે રહેતા રાજેશભાઈ સોલંકીએ વરાછાની ટી.વી.વિજય સેલ્સ ખાતેથી સોની કંપનીનું ટી.વી. ખરીદી સમયે સ્કીમ મુજબ બજાજ કંપનીના વાઉચર મળ્યા ન હતા. જેથી નોટીસ ઈસ્યુ કરતા રૂા.6000ની કિંમતના વાઉચર આપવામાં આવ્યા હતા.

રાંદેર વિસ્તારમાં રહેતા પ્રવિણભાઈ ચૌહાણે સિંધી સમાજ ભવન, રામનગર ખાતે પુત્રના લગ્ન માટે હોલ બુક કરાવ્યો હતો. જે કોવિડ-19ના લીધે લગ્નમાં 50થી વધુ વ્યકિત ભેગા થવાની પરમિશન ન મળતા હોલ કેન્સલ કરાવ્યો હતો. પરંતુ રીફંડ પરત મળ્યું ન હતું જેથી તોલમાપ કચેરી દ્વારા નોટીસ ઈસ્યુ કરતા એડવાન્સ રકમ રૂા.70,000માંથી રૂા.40,000 પ્રવિણભાઈને પરત કર્યા હતા.

રૂઘનાથપુરા ખાતે રહેતા દિપકભાઈ સાવંતે સલાબતપુરાની બાલાજી મોબાઈલ ખાતેથી સેમસંગ કંપનીનો નવો ફોન લીધો હતો. જે વારંવાર બગડી જતા સેમસંગ કેર કંપની દ્વારા અવગણના કરવામાં આવી હતી. સેમસંગને નોટીસ ઈસ્યુ કરતા કંપનીએ રૂા11,000નો કિંમતનો નવો ફોન બદલી આપવામાં આવ્યો હતો. આમ ગ્રાહક સુરક્ષાની અસરકારક કામગીરીના કારણે ખામીયુકત વસ્તુઓના પૈસા ગ્રાહકોને પરત અપાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જો કોઈ ગ્રાહકોએ તોલમાપ, પેકેઝ કોમોડીટીઝ તથા ગ્રાહર સુરક્ષા અંગેની કોઈ પણ ફરિયાદ કે માર્ગદર્શનની જરૂરીયાત હોય તો મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-2, એ-બ્‍લોક, ગ્રાઉન્‍ડ ફલોર અઠવાલાઈન્‍સ, સુરત સંપર્ક સાધવા મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp